શ્રીનગર-

જમ્મુ-કાશ્મીરમાં શનિવારે ભૂકંપના ઝાટકા મહેસૂસ કરાયા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 4.5 ની માપી છે. એનસીએસનું કહેવું છે કે ભૂકંપ આજે બપોરે 12 વાગીને 2 મિનિટ પર આવ્યો હતો. હાલ કોઈપણ પ્રકારના નુકસાનના અહેવાલ નથી. અગાઉ આજે જ લદ્દાખમાં પણ ધરતીકંપ આવ્યો હતો. જેની તીવ્રતા 3.7 માપવામાં આવી છે.

અહીં એક દિવસ પહેલાં એટલે કે શુક્રવારે બપોરે લેહ-લદ્દાખમાં પણ 5.6ની તીવ્રતાના ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા હતા. જાણકારી મુજબ ભૂકંપના તેજ ઝાટકા બાદ સ્થાનિક લોકોમાં હડકંપ મચી ગયો હતો. આ મહિને 8 સપ્ટેમ્બરે લદ્દાખના કારગિલમાં પણ ધરતીકંપ મહેસૂસ થયો હતો. જેની તીવ્રતા 4.4 માપવામાં આવી હતી. લે-લદ્દાખમાં અગાઉ 31 ઓગસ્ટે ભૂકંપ આવ્યો હતો તે દરમ્યાન તીવ્રતા 4.3 માપવામાં આવી હતી.