દિલ્હી-

દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં 45,720 નવા કેસ નોંધાયા છે જે અત્યાર સુધીનો સૌથી ઊંચો દૈનિક આંક છે. આ સાથે દેશમાં સંક્રમિતોનો અત્યાર સુધીનો કુલ આંક 12 લાખ 38 હજાર 635 થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આપેલા આંકડા અનુસાર પાછલા 24 કલાકમાં દેશમાં 1129 લોકોનાં મૃત્યુ થયાં છે. એ સાથે દેશમાં મહામારીનો કુલ મૃત્યુ આંક 29861 થઈ ગયો છે.

દેશમાં નોંધાયેલા ઍક્ટિવ કેસ હાલ 4 લાખ 26 હજાર 167 છે જ્યારે કે સારવાર બાદ સ્વસ્થ થયેલા દરદીઓની સંખ્યા 7 લાખ 82 હજાર 606 છે. ઇન્ડિયન મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(ICMR)ના આંકડા પ્રમાણે પાછલા 24 કલાકમાં દેશમાં 3 લાખ 50 હજાર 823 પરીક્ષણ કરવામાં આવ્યા. આ સાથે અત્યાર સુધી દેશમાં થયેલા પરીક્ષણની કુલ સંખ્યા 1 કરોડ 50 લાખ 75 હજાર 369 થઈ છે.