રાજકોટ-

રાજકોટમાં 4.8 ની તીવ્રતા સાથે ભૂંકપના આંચકા અનુભવાયા છે. ધણધણાતી ધરતી ધ્રુજતા લોકો ગભરાઈને ઘર બહાર દોડી આવ્યાં હતાં. રાજકોટથી 22 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ હતું. રાજકોટ સિવાય ગોંડલ,જસદણ અને જેતપુર પંથકમાં પણઓ ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા-સાયલા સહિત આસપાસના ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જ્યાં અંદાજે 7.40 ની તીવ્રતા સાથે આંચકો અનુભવાયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટની નજીક 22 કિલોમીટર દૂર ગોંડલ પાસે નોંધાયું છે. છેલ્લા એક મહિનામાં આ ભૂકંપનો બીજો મોટો આંચકો છે. છેલ્લા એક મહિનામાં નાના-મોટા 14 આંચકા અનુભવાયા છે. જોકે સિસ્મોલોજિસ્ટે કહ્યું હતું કે હજી બે-ત્રણ દિવસ હજી આફ્ટર શોક્સ આવશે, પણ હાલ મોટો ભૂકંપ આવવાની શક્યતા નથી.

મુખ્યમંત્રીએ પણ આ ભૂકંપની વિગતો મેળવી   મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ આ ભૂકંપની વિશે માહિતી મેળવી રહ્યા છે. તેમણે રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર સહિતના જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરી છે. આ ભૂકંપથી અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. અનેક વિસ્તારોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા.

આ ભૂકંપ રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, જસદણ, ચોટિલા, જામનગર વડિયા, ભાવનગર કોટડાસાંગણા, ગોંડલ અને દેવભૂમિ દ્વારકા સહિતના અનેક વિસ્તારોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. અમરેલીના કેટલાક વિસ્તારોમાં આ ભૂકંપનો આંચકો અનુભવવામાં આવતાં સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.