દિલ્હી-

ભારતમાં ઝડપથી વેકસીનેશનની કામગીરી થઈ રહી છે. સરકાર સતત કોવિડ 19 રસીકરણનો વિસ્તાર વધારવા અને તેની ગતિ વધારવામાં કામગીરી કરી રહી છે. વધુ મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 511646830 કોરોના વેકસીન રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોને અપાઈ ચૂકી છે ત્યારે આગામી દિવસોમાં અંદાજે 2049220 વેકસીન પહોંચાડવામાં આવશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશો તરફથી અત્યાર સુધીમાં કુલ 495327595 કોરોના વેકસીનની રસી લગાવવામાં આવી ચૂકી છે. આમાં બગાડ થયેલ રસીનો પણ સમાવેશ થાય છે. આ સિવાય આ રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશો પાસે હજુપણ અંદાજે બે કરોડથી વધુ ડોઝ પડયા છે. જેમાંથી 385631050ને પહેલો અને 109696545ને બીજો ડોઝ અપાય ચૂકયો છે. આ આંકડા 6 ઓગષ્ટ 2001 સુધીના છે.કોરોના મહામારીને નાથવા વેકસીનેશન નો પ્રારંભ જાન્યુઆરી 2021માં થયો હતો. ટોપ પાંચ રાજયોમાં પહેલા નંબર પર ઉતરપ્રદેશ (52849007) ત્યારબાદ મહારાષ્ટ્ર (45995491) ગુજરાત (35022273), રાજસ્થાન (34202687), મધ્યપ્રદેશ (34165822) છે.