વડોદરા, તા. ૨૮

પાણીગેટ અજબડી મિલ પાસે ખુલ્લા મેદાનમાં જુગાર રમી રહેલા ૬ શખ્સોને પીસીબીએ રંગેહાથ ઝડપી પાડ્‌યા છે. જુગાર રમી રહેલા ૬ લોકો પાસેથી કુલ ૬ મોબાઈલ અને રોકડા મળીને કુલ ૬૩ હજારનો મુદામાલ જપ્ત કર્યો છે. જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

આજે બપોરના સમયે પીસીબીના પોલીસમકર્મીઓને બાતમી મળી હતી કે, પાણીગેટ અજબડી મિલ પાસેનાએ ખુલ્લા મેદાનમાં અફઝલ ઉર્ફે અન્નુ પઠાણ અને હુસેન પઠાણ કેટલાક લોકોને ભેગા કરીને જુગાર રમાડી રહ્યા છે. પોલીસે સ્થળ પર જઈને રેઇડ કરતા સ્થળ પરથી ૬ ઈસમો પાનપટ્ટાનો જુગાર રમતા રંગેહાથ પકડાઈ ગયા હતા. નામઠામ પૂછતાં તેઓ નદીમ શેખ(રહે.સોમા તળાવ, વુડાના મકાનમાં), મનુ ચૌહાણ(રહે.પટણી વાડી, ચોખંડી), રવિ માછી(રહે.કિશનવાડી), દિવ્યાંગ રાજપૂત(રહે.વાડી, પોમલી ફળીયા), સંતોષ વસાવા(રહે. ગણેશનગર, ડભોઇ રોડ) તેમજ રીફાકત શેખ(રહે.અજબડી મિલ) હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસે તમામ ૬ આરોપી સહીત તેમના મોબાઈલ ફોન અને ૧૫,૫૦૦ રોકડા સહીત કુલ ૬૩,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરીને ૬ આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે, બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.