પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ મંગળવારે જણાવ્યું કે ટીમના 7 ખેલાડી કોરોના પોઝિટિવ છે. સોમવારે ત્રણ ખેલાડીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બે દિવસમાં કુલ 10 પ્લેયર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બોર્ડના CEO વસીમ ખાને કહ્યું હતું કે ભલે પ્લેયર્સ કોરોના પોઝિટિવ છે પરંતુ તેની અસર ઇંગ્લેન્ડ પ્રવાસ પર નહીં થાય. પાકિસ્તાનની ટીમ 28 જૂને ઇંગ્લેન્ડ જશે.

હૈદર અલી, હરીસ રઉફ, શાદાબ ખાન, મોહમ્મદ હફીઝ, વહાબ રિયાઝ, ફખર જમાં, ઇમરાન ખાન, કાશિફ ભટ્ટી, મોહમ્મદ હસનૈન અને મોહમ્મદ રિઝવાન ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પાકિસ્તાને 29 ખેલાડીઓની ટીમ જાહેર કરી હતી. 4 ખેલાડી રિઝર્વમાં રાખ્યા છે. પાકિસ્તાનની ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસમાં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં 3 ટેસ્ટ અને 3 ટી 20 સીરીઝ રમશે. પહેલી ટેસ્ટ 30 જુલાઇએ લોર્ડ્સમાં રમાશે. ટી20 સીરીઝની શરૂઆત 29 ઓગસ્ટથી થશે. ઇંગ્લેન્ડ પહોંચીને પાકિસ્તાનની ટીમ ડર્બીશાયરમાં 14 દિવસ ક્વોરેન્ટીન રહેશે. જોકે તેઓ પ્રેક્ટિસ કરી શકશે .29 ખેલાડીઓની પાકિસ્તાની ટીમ- આબિદ અલી, ફખર જમાં, ઇમામ ઉલ હક, શાન મસૂદ, અઝહર અલી(કેપ્ટન), બાબર આઝમ(ટી20માં કેપ્ટન, ટેસ્ટમાં વાઇસ કેપ્ટન), અસદ શફીક, ફવાદ આલમ, હૈદર અલી, ઇફ્તિખાર એહમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ હફીઝ, શોએબ મલિક, મોહમ્મદ રિઝવાન(વિકેટકીપર), સરફરાઝ એહમદ(વિકેટકીપર), ફહીમ અશરફ, હારિસ રઉફ, ઇમરાન ખાન, મોહમ્મદ અબ્બાસ, મોહમ્મદ હસનૈન, નસીમ શાહ, શાહીન શાહ અફરીદી, સોહૈલ ખાન, ઉસ્માન શિનવારી, વહાબ રિયાઝ, ઇમાદ વસીમ, કાશિફ ભટ્ટી, શાદાબ ખાન અને યાસિર શાહ.