ગાંધીનગર-

રાજય ચુંટણી આયોગે સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓના સીમાંકન અને બેઠક ફાળવણીના આદેશ કર્યા છે. આ આદેશ રાજયની પ મહાનગરપાલિકા, ૬ નગરપાલિકા, ૧૬ જિલ્લા પંચાયત તથા ર૯ તાલુકા પંચાયતને લાગુ પડે છે.

આ અંગેની વિગત પર કરીએ એક નજર-

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના જે એકમોમાં ૨૦૧૫ વર્ષના સીમાંકન બાદ ભૌગોલિક હદમાં (તેમજ વોર્ડ/મતદાર મંડળ બેઠકોની સંખ્યામાં) ફેરફાર થયો હોય તેવા સ્વરાજ્યના એકમો માટે ૨૦૧૧ની વસ્તી ગણતરી આધારે નવેસરથી સીમાંકન પ્રક્રિયા હાથ ધરી વોર્ડ/મતદાર મંડળની રચના કરી બેઠકોની ફાળવણી કરવામાં આવેલ છે. 

૫ મહાનગરપાલિકા માં (૧) વડોદરા(૨) સુરત (૩) રાજકોટ (૪) ભાવનગર(૫) અમદાવાદ તથા (૧) નવસારી-વિજલપોર (૨) પોરબંદર-છાયા (૩) મોરબી (૪) સાવરકુંડલા (૫) પેટલાદ (૬) સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નો સમાવેશ થાય છે. જ્યારે ૧૬ જિલ્લા પંચાયત માં (૧) સુરત (૨) વડોદરા (૩) રાજકોટ (૪) મોરબી (પ) સુરેન્દ્રનગર (૬ ભાવનગર (૭) અમરેલી (૮) પોરબંદર (૯) દાહોદ (૧૦) કચ્છ (૧૧) ગાંધીનગર (૧૨) અમદાવાદ (૧૩) પાટણ (૧૪ નવસારી (૧૫) ગીર-સોમનાથ (૧૬) ભરૂચ નો સમાવેશ થાય છે. અને ર૯ તાલુકા પંચાયત માં (૧) ચોર્યાસી (૨) કામરેજ (૩) ઓલપાડ (૪) પલસાણા (૫) નવસારી (૬) વડોદરા (૭) ભરૂચ (૮) વાગરા (૯) રાજકોટ(૧૦) મોરબી (૧૧) વાંકાનેર (૧૨) ચોટીલા (૧૩) ભાવનગર ગ્રામ્ય (૧૪) જેસર (૧૫) સાવરકુંડલા (૧૬) પોરબંદર (૧૭) લીમખેડા (૧૮) સીંગવડ (૧૯) કોડિનાર (૨૦) ગીર ગઢડા (૨૧) ઉના (રર) મુંદ્રા (૨૩) ગાંધીનગર (૨૪) કલોલ (ર૫) માણસા (૨૬) દસક્રોઈ (ર૭) સાણંદ (૨૮) પાટણ (૨૯) સરસ્વતી નો સમાવેશ થાય છે 

વિસ્તૃત વિગતો આયોગની વેબસાઇટ Www.sec.gujarat .gov.in પર જોઇ શકાશે. તેમ મહેશ જોશી સચિવ રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

ગુજરાત રાજ્યની ૫ મહાનગરપાલિકા, ૬ નગરપાલિકા અને ૧૬ જિલ્લા પંચાયત તા ૨૯ તાલુકા પંચાયતોમાં સિમાંકનનું પ્રામિક જાહેરનામુ રાજ્ય ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવતા સનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ ચૂંટણી આયોગ દ્વારા તબક્કાવાર પુરી કાવામાં આવી છે અને સનિક સ્વરાજ્યની ચૂંટણી સમયસર યોજવામાં આવે તેવા સ્પષ્ટ સંકેતો રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આપી દેવામાં આવ્યા છે આમ સનિક સ્વરાજ્યની ચૂંટણીની દુંદભી વાની ચૂકી છે આ વોર્ડ સિમાંકન જાહેર યાના કારણે બેઠકોનો નકસો બદલાયો છે. આ વર્ષના અંત સુધીમાં સનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા નવુ સિમાંકન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતના હદ વિસ્તારમાં ફેરફાર કરવાની કામગીરી પૂર્ણ કરી હવે ગુજરાતના શહેરોના વોર્ડ દીઠ બેઠકોના ફેરફાર કરવામાં આવ્યા છે આ જાહેરનામા બાદ હવે આગામી ૧૦ દિવસમાં રાજકીય પક્ષો અને નાગરિકો પાસે વાંધા સૂચનો મંગાવવાની પ્રક્રિયા પૂર્ણ કરીને આખરી જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવશે.