દહેરાદુન-

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટતા ભારે તબાહીનો દ્રશ્યો દેખાઇ રહ્યા છે. તેના લીધે અલકનંદા અને ધૌલી ગંગા નદી ઉફાન પર છે. પાણીના ધસમસતા પ્રવાહને જાેતા કીર્તી નગર, દેવપ્રયાગ, મુની કી રેતી વિસ્તારોને એલર્ટ પર રહેવાનું કહ્યું છે. પાણીના ધસમસતા પ્રવાહમાં કેટલાં ઘરોની સાથો સાથ 200 લોકો તણાય ગયાની આશંકા છે. આસપાસના વિસ્તારને ખાલી કરવામાં આવી રહ્યા છે. 500 ગુજરાતીઓ ફસાયા છે. ઉત્તરાખંડમાં ફસાયેલા આ પ્રવાસીઓમાં રાજકોટના પ્રવાસીઓ મોટી સંખ્યામાં હોવાના અહેવાલ છે. જ્યારે કેટલાક પ્રવાસીઓ બુલેટ લઈને વિવિધ સ્થળોએ ફરવા ગયા હતાં.

આ તમામ પ્રવાસીઓ અધવચ્ચે અટવાઈ પડ્યા છે. આજે તપોવન ઋષિ ગંગા ગ્લેશિયર તૂટ્યાના ભારે તબાહી મચી છે. કંઈક નવાજુની થવાની આશંકાને ધ્યાનમાં રાખી શ્રીનગર ગઢવાલ ધારી દેવી મંદિર પરિસર પોલીસ પ્રશાસનને ખાલી કરવાનું શરૂ કરી દીધું છે. હરિદ્વારા સુધીમાં એલર્ટ રજૂ કરી દીધું છે. ઉત્તરાખંડના ચમોલીમાં હિમનદીના વિનાશને કારણે ભારે તબાહી થઈ છે. આ દુર્ઘટના બાદ યુપીમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગંગા કિનારે વસેલા જિલ્લાઓમાં વહીવટી તંત્રને એલર્ટ રહેવા જણાવાયું છે.

યુપીના બિજનોર, કન્નૌજ ફતેહગઢ, પ્રયાગરાજ, કાનપુર, મિર્ઝાપુર, ગઢમુક્તેશ્વર, ગાઝીપુર, વારાણસીમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. 500થી વધુ ગુજરાતીઓ ઉત્તરાખંડમાં ફસાયા હોવાની માહિતી મળી છે. જેમાંથી રાજકોટથી ગયેલા 50 જેટલા પ્રવાસીઓનો સમાવેશ થાય છે. આ તમામ પ્રવાસીઓ સુરક્ષીત હોવાના અહેવાલ છે. મૈસુરી ટ્રેકિંગ કેમ્પના પ્રવાસીઓનો સંપર્ક કપાઈ ગયો છે. કેટલાક ગુજરાતી પ્રવાસીઓ તો બુલેટ લઈને ફસાયા હોવાના અહેવાલ છે. તમામને હેમખેમ પાછા લાવવાની તૈયારીઓ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.