દિલ્હી,

કોરોના વાયરસની વિરુદ્ધ ભારતની લડાઇ ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પીએમ કેર ફંડ દ્વારા ઊભા થયેલા સવાલો વચ્ચે CDDETની એક રિપોર્ટમાં મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. ધ સેન્ટર ફોર ડિસીઝ ડાયનેમિક્સ, ઇકોનોમિક્સ એન્ડ પોલિસીની રિપોર્ટમાં આ અંગે જાણકારી મળી છે. પીએમ કેર ફંડના પૈસા ક્યાં ક્યાં ખર્ચ થયા અને તેમનાથી દેશમાં કોરોનાની લડાઇ માટે કેવા સાધનો લગાવવામાં આવ્યા તે અંગે આ રિપોર્ટમાં જાણકારી આપી છે. રિપોર્ટ મુજબ પીએમ કેર ફંડથી દેશમાં અત્યાર સુધી 50 હજાર વેન્ટિલેટર્સ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી 2,923 વેન્ટિલેટર્સ હજી સુધી બની ચૂક્યા છે.

રિપોર્ટ મુજબ તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારી હોસ્પિટલમાં મેડ ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર આ વેન્ટિલેટર્સ માટે પીએમ કેર ફંડથી 2000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. સાથે જ પ્રવાસી મજૂરોના કલ્યાણથી જોડાયેલા પ્રોડક્ટ્સ માટે પણ 1000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.કુલ 50 હજાર વેન્ટિલેટર્સમાંથી 30 હજાર વેન્ટિલેટર્સ ભારત ઇલેક્ટ્રોનિક્સે બનાવ્યા છે. બાકીના 20 હજાર વેન્ટિલેટર્સ ત્રણ કંપનીઓએ મળીને બનાવ્યા છે. જેમાં અગ્વા હેલ્થકેરના 10 હજાર વેન્ટિલેટર્સ, એમટિજેડના 5650 વેન્ટિલેટર્સ અને એમટિજેડ હાઇ ફંડના 4 હજાર વેન્ટિલેટર્સ અને અલાયડ મેડિકલના 350 વેન્ટિલેટર્સનું નિર્માણ કર્યું છે.