લદ્દાખ-

પૂર્વ લેહમાં મંગળવારે સવારે 5.14 કલાકની આસપાસ 5.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેંટર ફોર સીસ્મોલૉજી મુજબ ભૂકંપનું કેન્દ્‌ બિંદુ પૂર્વી લેહથી 174 કિલોમીટર દૂર હતું. ભૂકંપના ઝટકા એટલા તેજ હતા કે લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. જાે કે હજુ સુધી કોઇપણ પ્રકારની જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

લદ્દાખમાં આજે સવારે ભૂકંપના તેજ ઝટકા અનુભવાયાં છે. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫.૧ આંકવામાં આવી છે. ભૂકંપની કેન્દ્ર લેહથી ૧૭૪ કિલોમીટર પૂર્વી તરફ હતું. નેશનલ સેંટર ફૉર સિસ્મોલૉજી મુજબ ભૂકંપ સવારે 5 વાગ્યાને 13 મીનિટની આસપાસ મહેસૂસ થયો. ભૂકંપનું ઊંડાણ જમીનની અંદર 10 કિલોમીટર સુધી હતો.

આ અગાઉ લેહ-લદ્દાખમાં 25 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે ભૂકંપની આંચકા અનુભવાયાં હતા. ભૂકંપની તીવ્રતા 5.6 હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગુલમર્ગથી 281 કિમી દૂર ઉત્તર તરફ બતાવામાં આવ્યું હતું. કેન્દ્ર શાસિત પ્રદેશમાં 31 ઓગસ્ટના રોજ ભૂકંપ આવ્યો હતો, તેની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી.