દિલ્હી-

સોમવારે ચિલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.5 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. કેન્દ્રએ જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર રાજધાની સૈન ટિયાગો થી 607 કિલોમીટર ઉત્તરમાં હતું અને તેની ઊંડાઈ 10 કિલોમીટર હતી. હજુ સુધી ભૂકંપને કારણે કોઈ નુકસાન થયાના સમાચાર નથી. નોંધનીય છે કે ચિલી, પેસિફિક રિંગ ઓફ ફાયર ક્ષેત્રમાં આવે છે અને અહીં અવારનવાર ભૂકંપ ના આંચકા અનુભવાય છે.