વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની આગામી ૨૧ મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણીઓને માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સોમવારથી બે દિવસીય સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જેને માટે પ્રથમ દિવસે ભાજપમાં ઉમેદવારીના દાવાને માટે વીસ ઘણા ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. સોમવારે યોજાયેલ વડોદરા પાલિકાના દશ વોર્ડની ચાલીસ બેઠકો માટેની સેન્સ પ્રક્રિયામાં કુલ ૭૮૯ દાવેદારોએ નિરીક્ષકો સમક્ષ પોતપોતાના દાવા રજુ કર્યા હતા. જેમાં નિરીક્ષકોએ પાલિકાના વોર્ડ નંબર ૧,૨,૫,૬,૯,૧૦,૧૩,૧૪,૧૭ અને ૧૮ના દાવેદારોને સાંભળ્યા હતા. જેઓએ પોતપોતાના પાંચ વિધાનસભા વિસ્તારમાં પોતાના વોર્ડને માટે યોજાયેલ સેન્સ પ્રક્રિયામાં રૂબરૂમાં ઉપસ્થિત રહીને દાવા રજુ કર્યા હતા. જેમાં નિરીક્ષકો દ્વારા સેવાલક્ષી કામગીરીની વિગતો ઇચછુંકો પાસેથી મેળવવામાં આવી હતી. સૌથી વધુ દાવેદારો વોર્ડ નંબર ૬માં ૧૧૫ અને સૌથી ઓછા દાવેદારો વોર્ડ નંબર ૧૭માં ૫૪ જણાએ પોતાના દાવા રજુ કર્યા હતા. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ નિરીક્ષકો સાથે શહેર અધ્યક્ષ ડો.વિજય શાહ, પૂર્વ મેયર અને શહેર મહામંત્રી સુનિલ સોલંકી, જશવંતસિંહ સોલંકી,રાકેશ સેવક, ચૂંટણી સહ ઈનચાર્જ ઘનશ્યામ દલાલ અને ભાજપ ટીમે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આજે પ્રદેશ કક્ષાએથી નિમણુંક કરાયેલ ૧૫ નિરીક્ષકોએ ઇચછુંકોને સાંભળ્યા હતા.

કાયા વોર્ડમાંથી કેટલાએ દાવેદારી નોંધાવી

વડોદરા પાલિકાની આગામી દિવસોમાં યોજાનાર ચૂંટણીઓમાં ભાજપમાંથી ઉમેદવારી કરવાને માટે આજે પ્રદેશ નિરીક્ષકો સમક્ષ દશ વોર્ડમાંથી ૭૮૯એ દાવે દોરી નોંધાવી હતી. જેમાં વોર્ડ એકમાં ૭૦, વોર્ડ બેમાં ૮૪, વોર્ડ પાંચમા ૯૫, વોર્ડ છમા ૧૧૫, વોર્ડ નવમા ૮૭, વોર્ડ દશમા ૯૦, વોર્ડ તેરમાં ૬૪, વોર્ડ ૧૪માં ૭૦, વોર્ડ ૧૭માં ૫૪ અને વોર્ડ ૧૮માં ૬૦ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી.

વોર્ડ-૧૦માં બૂટલેગરે દાવેદારી કરી?

વડોદરા મહાનગર પાલિકામાં સાત ગામોના સમાવેશ સામે સરકાર અને પાલિકા સામે લડત આપનાર બળવાખોર અને બુટલેગરે પાલિકાના વોર્ડ -૧૦માં ભાજપમાંથી ઉમેદવારી કરવાને માટે પોતાની દાવેદારી રજુ કરી છે. શહેરમાં ભાયલીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે એનો ઉગ્ર વિરોધ કરનાર સ્થાનિક નેતાઓએ હવે નગર સેવક બનવાને માટે દાવો એરાજુ કર્યો છે. આ ઉપરાંત તાજેતરમાં એલસીબીના હાથે ઝડપાયેલ બુટલેગર પણ પોતાની દાવેદારી રજુ કરવાને માટે નીકળી પડ્યા હતા. ભાયલીના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ ધોલારને સાથે રાખીને આંદોલન કરનાર પંચાયતના સભ્ય ગોરધન ઠાકોર(બુટલેગર) અરવિંદ પટેલ ,ભુપેન્દ્ર પટેલ ઉર્ફે સ્વામી, હસમુખ પટેલ, અજય પટેલ સાથે ટિકિટ મ,એલાવવાની લાઈનમાં રજૂઆત કરવા આવેલા જાેવા મળ્યા હતા. તાજેતરમાં એલસીબીએ ભાયલીમાં પાળેલા જુગારના દરોડામાં ભાજપના પંચાયતના સભ્ય ગોરધન ઠાકોરને ત્યાંથી દારૂનો જથ્થો ઝડપી પાડીને તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. છેલ્લા દશ વર્ષમાં જેઓ સામે અસંખ્ય દારૂને લગતા કેસો થયેલા છે. એવા ઉમેદવારોને શિસ્તને વરેલ પક્ષ ટિકિટ આપે છે કે કેમ એ જાેવું રહ્યું.

કેવી કેવી રજૂઆતો થઈ?

નિરીક્ષકો સમક્ષ દાવેદારી રજુ કરનારાઓએ અજબગજબની વાતો હિંમતપૂર્વક કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં ભણેલા ગણેલા અને ટેકનોક્રેટ સ્થાનિક ઉમેદવારોની પસંદગી કરવામાં આવે. આયાતી ઉમેદવારોને ઠોકી બેસાડવામાં આવે નહિ એને માટે નવા સીમાંકન મુજબ જે ઉમેદવાર જ્યા રહેતો હોય અને જ્યાંનો મતદાર હોય એજ વોર્ડમાંથી એને ચૂંટણી લડવાને માટે મંજૂરી આપવામાં આવે. એવી માગ કરી હતી. આ ઉપરાંત સામાન્ય બેઠક પર સામાન્યનેજ ઉમેદવારી કરાવાય અન્ય અનામતવાળાને એ બેઠક પર ચૂંટણી લડાવવી જાેઈએ નહિ. આ ઉપરાંત પાર્ટીને માટે સક્રિય રહેનારને જ ટિકિટ આપવા રજૂઆત કરી હતી.