ગાંધીનગર, રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં છેલ્લા છ માસમાં કોરોનાથી ૩૪૪૩ દર્દીઓના મોત નીપજ્યા હોવાનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે લેખિતમાં જણાવ્યું હતું. વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નોતરીમાં કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારે સવાલ કર્યો હતો કે, તા. ૩૦-૦૯-૨૦૨૦ ની સ્થિતિએ છેલ્લા છ માસમાં રાજ્યમાં જિલ્લાવાર સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોના પોઝિટિવ કેટલા દર્દીઓના મોત નીપજ્યા હતા? ધારાસભ્ય શૈલેશ પરમારના સવાલના પ્રત્યુત્તરમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ઉક્ત સ્થિતિએ રાજ્યની સરકારી હોસ્પિટલોમાં ૨૫૯૯ અને ખાનગી હોસ્પિટલોમાં ૮૪૫ દર્દીઓ મળીને કુલ ૩૪૪૩ દર્દીઓના મોત નીપજ્યા હતા.

તેમણે જિલ્લાવાર સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના મોત અંગે જણાવ્યું હતું કે, ઉક્ત સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં ૩૬, અમદાવાદ મહાપાલિકામાં ૧૨૭૨, અમરેલીમાં ૨૪, આણંદમાં ૩, અરવલ્લીમાં ૨૨, બનાસકાંઠામાં ૧૨, ભરૂચમાં ૫, ભાવનગર જિલ્લામાં ૨૪, ભાવનગર મહાપાલિકામાં ૩૮, બોટાદમાં ૪, છોટા ઉદેપુરમાં ૧, દાહોદમાં ૪, ડાંગમાં શૂન્ય, દેવભૂમિ દ્વારકામાં ૫, ગાંધીનગર જિલ્લામાં ૫૨, ગાંધીનગર મહાપાલિકામાં ૨૧, ગીર સોમનાથમાં ૨૦, જામનગર જિલ્લામાં ૧૧, જામનગર મહાપાલિકામાં ૧૮, જૂનાગઢ જિલ્લામાં ૧૮, જૂનાગઢ મહાપાલિકામાં ૧૪, ખેડામાં ૨, કચ્છમાં ૩૨, મહીસાગરમાં ૩, મહેસાણામાં ૧૪, મોરબીમાં ૧૪, નર્મદામાં શૂન્ય, નવસારીમાં ૩, પંચમહાલમાં ૯, પાટણમાં ૩૭, પોરબંદરમાં ૩, રાજકોટ જિલ્લામાં ૪૦, રાજકોટ મહાપાલિકામાં ૯૨, સાબરકાંઠામાં ૧૦, સુરત જિલ્લામાં ૧૬૪, સુરત મહાપાલિકામાં ૪૦૯, સુરેન્દ્રનગરમાં ૯, તાપીમાં ૪, વડોદરા જિલ્લામાં ૩૧, વડોદરા મહાપાલિકામાં ૧૧૫ અને વલસાડમાં ૪ મળીને રાજ્યમાં કુલ ૨૫૯૯ કોરોના પોઝિટિવ દર્દીઓના સરકારી હોસ્પિટલમાં મોત નીપજ્યા હતા.

જયારે જિલ્લાવાર ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓના મોત અંગે તેમણે જણાવ્યું હતું કે, ઉક્ત સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં ૮, અમદાવાદ મહાપાલિકામાં ૪૯૩, અમરેલીમાં ૦, આણંદમાં ૧૩, અરવલ્લીમાં ૨, બનાસકાંઠામાં ૯, ભરૂચમાં ૧૦, ભાવનગર જિલ્લામાં ૧, ભાવનગર મહાપાલિકામાં શૂન્ય, બોટાદમાં ૧, છોટા ઉદેપુરમાં ૧, દાહોદમાં ૨, ડાંગમાં શૂન્ય, દેવભૂમિ દ્વારકામાં શૂન્ય, ગાંધીનગર જિલ્લામાં ૧, ગાંધીનગર મહાપાલિકામાં ૪, ગીર સોમનાથમાં શૂન્ય, જામનગર જિલ્લામાં ૧, જામનગર મહાપાલિકામાં ૩, જૂનાગઢ જિલ્લામાં ૨, જૂનાગઢ મહાપાલિકામાં શૂન્ય, ખેડામાં ૧૩, કચ્છમાં ૧, મહીસાગરમાં ૧, મહેસાણામાં ૧૫, મોરબીમાં ૨, નર્મદામાં શૂન્ય, નવસારીમાં ૪, પંચમહાલમાં ૯, પાટણમાં ૪, પોરબંદરમાં ૧, રાજકોટ જિલ્લામાં ૧, રાજકોટ મહાપાલિકામાં ૭, સાબરકાંઠામાં શૂન્ય, સુરત જિલ્લામાં ૮૮, સુરત મહાપાલિકામાં ૧૦૩, સુરેન્દ્રનગરમાં ૧, તાપીમાં શૂન્ય, વડોદરા જિલ્લામાં ૩, વડોદરા મહાપાલિકામાં ૩૭ અને વલસાડમાં ૪ કોરોના પોઝિટિવ દર્દીઓના ખાનગી હોસ્પિટલમાં કુલ ૮૪૫ દર્દીઓના મોત નીપજ્યા હતા.

અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશ માટે આરટીપીસીઆર રિપોર્ટ ફરજિયાત

ગાંધીનગર, રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આજે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર અનુસાર અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશ મેળવનાર વ્યક્તિએ આરટીપીસીઆર ટેસ્ટ નો રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ગત તા. ૨૩-૦૩-૨૦૨૧ ના પરિપત્રથી મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ ઈચ્છુક વ્યક્તિઓના આરટીપીસીઆર ટેસ્ટ આવશ્યક કરવામાં આવ્યા છે. ત્યારે દેશના અન્ય ઘણાં રાજ્યોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી ગયું છે, તેમજ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિઓમાં કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ વધારે જાેવા મળી રહ્યું છે. જેથી દેશના અન્ય રાજ્યોમાંથી ગુજરાત આવતા મુસાફરો માટે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનું જરૂરી જણાયું છે. જેને અનુલક્ષીને રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આ પરિપત્ર જાહેર કરાયો છે. જે મુજબ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ ઈચ્છુક તમામ વ્યક્તિઓએ છેલ્લા ૭૨ કલાકમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવેલો હોવો જાેઈએ અને તે રિપોર્ટમાં નેગેટિવ હોય તેવી વ્યક્તિને જ પ્રવેશ મળવાપાત્ર થશે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ માટે આવતા તમામ વ્યક્તિઓનું સ્ક્રિનિંગ ફરજિયાતપણે કરવાનું રહેશે. આ હુકમ તા.૦૧-૦૪-૨૦૨૧થી અમલી બનશે અને અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.