રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં શનિવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. ચાલુ બસમાં વીજળીનો કરંટ લાગવાથી 6 લોકોના કમકમાટીભર્યાં મોત નિપજ્યાં છે. આ બનાવમાં 36 લોકો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનાની મળતી વિગતો મુજબ  જાલોર જિલ્લાના મહેશપુરમાં બની હતી. જ્યાં એક મુસાફર વીજળી  ના તારના સંપર્કમાં આવ્યો હતો અને જોતજોતામાં 6 મુસાફરોના મોત નિપજ્યા હતા.

જાલોરના એડિશનલ ડિસ્ટ્રીક્ટ કલેક્ટર છગનલાલ ગોયલે જણાવ્યું કે, આ ઘટના શનિવારે રાત્રે સાડા 10 વાગ્યાની આસપાસ બની હતી. બસના ડ્રાઈવર અને કંડક્ટરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે બાકીના ચાર લોકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. આ દુર્ઘટનામાં ઘાયલ 17 લોકોને જોધપુર હોસ્પિટલમાં રિફર કરવામા આવ્યા છે. 

આ ઘટનામા અત્યાર સુધી 6 લોકોના મોત થયા હોવાનું જણાવાયું છે.

ઘટનામાં મોતને ભેટેલા લોકોની યાદી

સોનલ અનિલ જૈન (ઉંમર 44 વર્ષ), શાહપુર, અજમેર

સુરભી અંકિત જૈન (ઉમર 25 વર્ષ), બ્યાવર, અજમેર

ચાંદદેવી ગજરાજ સિંહ (ઉંમર 65 વર્ષ) બ્યાવર

રાજેન્દ્ર જૈન (ઉંમર 58 વર્,), અજમેર