વડોદરા : વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાના પ્રથમ ત્રણ દિવસમાં એકપણ ફોર્મ ભરાયું નહોતું. જ્યારે ગુરુવારે ૯ ઉમેદવારીપત્રો ભરાયાં હતાં. ગઈકાલે ભાજપે તેના તમામ ૭૬ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ત્યારે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસના એક દિવસ પૂર્વે એટલે કે આજે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો તેમજ અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારો મળીને ૫૮ ઉમેદવારીપત્રો ભરાયાં હતાં. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ વાજતેગાજતે સમર્થકો સાથે ફોર્મ ભર્યાં હતાં. આવતીકાલે ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ છે જેથી ફોર્મ ભરવા માટે ભારે ધસારો જાેવા મળશે.વડોદરા મહાનગરપાલિકાના ૧૯ વોર્ડની ૭૬ બેઠકો માટે તા.૨૧મી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે સોમવારે જાહેરનામું પ્રસિદ્ધ થતાંની સાથે જ ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. જાે કે પ્રથમ ત્રણ દિવસમાં ૯૦૦ જેટલા ફોર્મનો ઉપાડ થયો હતો. પરંતુ એક પણ ઉમેદવારી નોંધાઈ ન હતી. ગઈકાલે અપક્ષ તેમજ અન્ય પક્ષોના મળીને ૯ ઉમેદવારી નોંધાઈ હતી.જાે કે, કોંગ્રેસે માત્ર ૨૦ ઉમેદવારોની યાદી પ્રથમ તબક્કામાં જાહેર કરાઈ હતી. જ્યારે ભાજપે તેના તમામ ૭૬ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી જેથી આજે કોંગ્રેસ-ભાજપાના કેટલાક ઉમેદવારો સમર્થકો સાથે કોઠી, જિલ્લા પંચાયત ઓફિસ, નર્મદા ભવન અને નર્મદા યોજના છાણી ખાસ જમીન સંપાદન અધિકારીની કચેરી સ્થિત ચૂંટણી અધિકારીઓની કચેરીમાં વાજતે ગાજતે રેલી સ્વરૂપે પહોંચી ઉમેદવારી નોંધાવી હતી. આજે ૧૬ વોર્ડમાં ૫૭ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ત્રણ વોર્ડ એટલે કે વોર્ડ નં.૯, વોર્ડ નં.૧૧ અને વોર્ડ નં.૧૭માં આજે પણ એકપણ ઉમેદવારી નોંધાઈ ન હતી. આવતીકાલે ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે તમામ વોર્ડના ચૂંટણી અધિકારીઓની કચેરીઓમાં ઉમેદવારીપત્રો ભરવા માટે ધસારો થશે. આમ બે દિવસમાં ૬૬ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જાે કે, ઉમેદવારીપત્ર ભરતી વખતે ચૂંટણી પંચે મર્યાદિત સંખ્યામાં વાહનો, સમર્થકો વગેરેનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના આપી છે. જ્યારે ઉમેદવાર સાથે ફોર્મ ભરવા માટે માત્ર બે જ કાર્યકરો આવી શકશે તેવી ગાઈડલાઈનને પગલે મર્યાદિત સંખ્યામાં રેલી સ્વરૂપે આવી ઉમેદવારી નોંધાવી હતી. પૂર્વ વિપક્ષીના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે તેમની પેનલના ઉમેદવારો સાથે ફોર્મ ભર્યું હતું.

સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઊડયા

વડોદરા. ઉમેદવારીપત્રો ભરવાના પાંચમા દિવસે આજે કોંગ્રેસ-ભાજપના ઉમેદવારી સમર્થકો સાથે રેલી સ્વરૂપે ઉમેદવારીપત્રો ભરવા પહોંચ્યા હતા પરંતુ રેલીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડતા જાેવા મળ્યા હતા. કેટલાક ઉમેદવારો અને તેમના સમર્થકો માસ્ક પહેરવાનું ભાન ભૂલેલા પણ જાેવા મળ્યા હતા.

કોંગ્રેસના ઉમેદવારોની યાદી

વોર્ડ નં. ઉમેદવારનું નામ

૧ અમીબેન નરેન્દ્રભાઈ રાવત

 હરીશભાઈ પટેલ

 પુષ્પાબેન રાજુભાઈ

 જહાભાઈ અનુભાઈ ભરવાડ

ર રંજનબેન પ્રવીણભાઈ પઢિયાર

 મનસુખભાઈ સવાણી

 દીપ્તીબેન નરેન્દ્રભાઈ મહેતા

૩ કૃતિબેન એન. રાવલ

 સોનલબેન દીપકભાઈ દેસાઈ

 સંદીપ વિનુભાઈ પટેલ

૪ તૃપ્તિ અજિત ઝવેરી

 સંગીતાબેન પંકજભાઈ પાંડે

 અજયભાઈ લક્ષ્મણભાઈ ભરવાડ

 અનિલભાઈ રણછોડભાઈ પરમાર

૫ ગીતાબેન માછી

 હેમાબેન બામલેકરભ

 કિરણભાઈ કાપડિયા

 મનોજભાઈ શાહ

૬ હેમાંગિનીબેન વિપ્રેશ સોલંકી

 પારુલબેન પ્રભુભાઈ સોલંકી

 જુનેદભાઈ પઠાણ

 હેમંતભાઈ આમરે

૭ મીનાબેન રાજપૂત

 ભાવિકભાઈ અમીન

 જાગૃતિબેન દીક્ષિતભાઈ રાણા

 નિર્મલ વિનોદચંદ્ર ઠક્કર

૮ ફાલ્ગુનીબેન તખતસિંહ સોઠા

 મલપાબેન ઘનશ્યામસિંહ ચૌહાણ

 હિતેશભાઈ દેસાઈ

 ઘનશ્યામભાઈ એલ.પંડયા

૯ મીનાબેન વસાવા

 મનુભાઈ સોલંકી

 બળવંતસિંહ નાયક

 પાર્વતી ચીમનભાઈ રાજપૂત

૧૦ કિંજલબેન પરમાર

 ગૌતમભાઈ નાયક

૧૧ સોહાના સૈયદ

 જયેશભાઈ ચોકસી

 મયુરીકા હિતેશભાઈ પટેલ

 વિપુલકુમાર પરસોતમદાસ બારોટ

૧૨ નીલાબેન સલગાંવોકર

 રેખાબેન ચાવડા

 જયકુમાર ભટ્ટ

૧૩ અલ્પાબેન પટેલ

 રાજુભાઈ મકવાણા

 સંગીતા જિતેન્દ્ર ઠાકોર

 બાલાસાહેબ ગણપતરાવ સૂર્વે

૧૪ જિજ્ઞાસાબેન પટેલ

 અમિતભાઈ ઘોટીકર

 જુનેદભાઈ સૈયદ

૧૫ પ્રિયંકાબેન પટેલ

 જિજ્ઞાબેન વ્યાસ

 કમલેશભાઈ વસાવા

૧૬ સુવર્ણાબેન તંબી

 ગૌરાંગભાઈ સુતરિયા

 અલકાબેન શૈલેષભાઈ પટેલ

 ચંદ્રકાન્ત રામચરણ શ્રીવાસ્તવ

૧૭ ડો. રિદ્ધિબેન ત્રિવેદી

 ધનલક્ષ્મીબેન ડી.નગરશેઠ

 અમિત વાંદરા

 પૂર્વેશ ગલુરાવ બોરોલે

૧૮ અલ્પાબેન પંચાલ

 મનીષાબેન પટેલ

 વિજયભાઈ બુમબાલિયા

 ચિરાગ ઝવેરી

૧૯ નયનાબેન રાઠવા

 લક્ષ્મી રાજ

 ધર્મેન્દ્રસિંહ રાજપૂત

 લાલસિંઘ જેઠાભાઈ ઠાકોર