અમદાવાદ, સિવિલ હોસ્પિટલ ઉપર મોટી આફત આવી છે સિવિલ હોસ્પિટલમા કોરોના દર્દીઓ ઉભરાઈ રહયા છે ત્યારે આજે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧૦ દિવસમાં ૫૭ હેલ્થ વર્કર પોઝિટિવ આવી રહયા છે સિવિલ હોસ્પિટલના મોટા ભાગના વિભાગના હેડને કોરોના નું ગ્રહણ લાગ્યું છે સિવિલ હોસ્પિટલના ઓ.એસ.ડી ડૉ.મૈત્રી ગજ્જર પોઝિટિવ આવ્યા છે તોપરમોનોલીજી વિભાગના વડા અને ટી.બિ હોસ્પિટલના હેડ ડૉ.રાજેશ સોલંકી કોરોના સંક્રમિત થયા છે ડૉ.રાજેશ સોલંકીનો પરિવાર પણ કોરોના સંક્રમિત થયો એનેસ્થેસિયાના વડા ડૉ.તરલીકા ડોકટર પણ પોઝિટિવ છે બાળરોગના વડા ડો.બેલા શાહ પણ કોરોના સંક્રમિત થયા છે છ સેન્ટરના નોડલ ઓફિસર અને મેડિસનના સિનિયર પ્રોફેસર ડૉ.બિ.કે.અમીન પણ પોઝિટિવ હાલ તમામ ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ૧૫ દિવસમાં ૫૦ નર્સ કોરોના સંક્રમિત થયા તો અત્યાર સુધી માં ૫૯૦ હેલ્થ વર્કર ક્રોરનાં સંક્રમિત થયા છે સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડોકટર સૌથી વધુ પોઝિટિવ થયા છે બીજી તરફ સોલા સિવિલમાંથી ઑક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓને રજા અપાઈ રહી છે ઓક્સિજન અને આઈસીયુ બેડ ફૂલ હોવાથી સોલા સિવિલ એડમિટ કરવામાં આવી રહયા નથી સોલા સિવિલમાં ઓક્સિજન અને વેન્ટિલેટર બેડ ફૂલ છે ૫૦ વેન્ટિલેટર અને ૨૫૦ ઓક્સિજન બેડ ફૂલ ૫૦ જનરલ બેડમાંથી હવે માત્ર ૩૦ બેડ ખાલી રહયા છે અમદાવાદની તમામ સરકારી હોસ્પિટલમાં બેડ ફૂલની પરિસ્થિતિ છે સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની તંગી વચ્ચે કોરોના દર્દીઓની સારવાર ચાલી છે સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની મોટી અછત છે નર્સિંગ સ્ટાફની અછત સૌથી વધુ વર્તાઈ રહી છે ૩ વેન્ટિલેટર દર્દીઓ વચ્ચે એકજ નર્સિંગ સ્ટાફ છે નિયમ પ્રમાણે ૧ વેન્ટિલેટર દર્દી જાેડે ૧ નર્સિંગ સ્ટાફ હોવો જાેઈએ જ્યારે ૧૫ ઓક્સિજન દર્દીઓ એ એક નર્સિંગ સ્ટાફ છે નિયમ પ્રમાણે ૮ ઓક્સિજન દર્દીઓ એ એક નર્સિંગ સ્ટાફ હોવો જાેઈએ ત્યારે આજે સોલા સિવિલના આરઅએમઓ પ્રદીપ પટેલ એ કહ્યું હતું કે કોરોના દર્દીઓ માટે વધુ એક સારી સુવિધા અમે આપી રહયા છીએ હવે સોલા સિવિલમાં કોરોનાના દર્દીઓ સાથે સગાઓ વિડીઓ કોલથી વાત કરી શકશે દર્દીઓ સાથે વાત કરવા અને બેસવાની સગાઓને બેસવાની સુવિધા ઉભી કરાઈ છે સોલા સિવિલમાં કોરોનાના દર્દીઓના સગાઓને બેસવા ડોમ ઉભું કરાયું ગરમીમાં બહાર ઉભા ન રહેવુ પડે માટે કુલર સહિતની વ્યવસ્થા સાથે ડોમ ઉભું કરાયું છે આ પ્રકારની સુવિધા મંજુશ્રી કિડની હોસ્પિટલમા પણ ઉભી કરવામાં આવી છે જેથી દરર્દીઓના સગાને કોઈ તકલીફ ઊભી ના થાય