દેવગઢબારિયા, દાહોદ શહેર સહિત જિલ્લામાં તંત્રની આટ આટલી સતર્કતા છતાં જિલ્લાવાસીઓ ની બેદરકારીના કારણે કોરોના નું સંક્રમણ દિનપ્રતિદિન વધતું રહે તા તંત્ર એક્શનમાં આવ્યું છે તેવા સમયે આજે દાહોદ જિલ્લામાં આરટી પીસીઆર ના ૪૧૧ તથા રેપિડ ના ૧૩૬૬ મળી કુલ ૧૭૭૭ સેમ્પલ નું આજે રીઝલ્ટ આવતા કોરોના પોઝિટિવ ના વધુ ૨૫ કેસ સામે આવ્યા છે જેમાં દાહોદ શહેરના ૧૩ કેસ દાહોદ ગ્રામ્યના ત્રણ કેસ ઝાલોદ નગર ના બે કેસ ઝાલોદ ગ્રામ્યના ચાર કેસ તથા દેવગઢ બારીયા ના ત્રણ કેસ નો સમાવેશ થયો છે દાહોદ જિલ્લામાં આજના કોરોના પોઝિટિવ ના ૨૫ કેસ મળી આજ દિન સુધીના કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૨૨૪૭ ઉપર પહોંચ્યો છે જિલ્લામાં જુદી જુદી હોસ્પિટલોમાં કોરોના ની સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી ૧૫ જેટલા દર્દીઓ એ કોરોના ને માત આપતા તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરતા જિલ્લામાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧૮૯ ઉપર પહોંચી છે દાહોદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં જ કોરોના પોઝિટિવ ના ૫૬ કેસ સામે આવતા જિલ્લાનું આરોગ્યતંત્ર રોડ પર ઉતરી આવ્યું છે અને માસ્ક વિના ફરતા લોકોના કોરોના ટેસ્ટ લેવાની કામગીરી આગળ ધપાવી છે આજે માસ્ક વિના ફરતા ૩૦ જેટલા બેદરકાર લોકોના કોરોના ટેસ્ટ સ્થળ પર લેવામાં આવ્યા હતા અને તેમાંથી આજે એક નો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો દાહોદમાં કોરોના નું સંક્રમણ એક તરફ વધી રહ્યું છે ત્યારે બીજી તરફ દાહોદ વાસીઓ તહેવારોનો આનંદ માણ્યા બાદ લગ્નની મજા માણવામાં પડ્યા છે. દાહોદ શહેરમાં પણ લગ્નની મોસમ પૂર બહારમાં ખીલી છે અને લોકો પણ સરકાર ની ગાઇડ લાઇનની તથા એસએમએસ ના નિયમ ની એસી તેસી કરી લગ્નમાં માસ્ક વિના હાજરી આપી પોતાની બેદરકારી છતી કરતા જોવા મળી રહ્યા છે.