રાજપીપળા

કોરોના વાયરસના નર્મદા જિલ્લામાં આજે એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આમ, જિલ્લામાં ગઇકાલ તા.૧૫ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ સુધી ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટમાં ૯૨૫, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૮૭૧ અને ટ્રૂ નેટ ટેસ્ટમાં ૬૭ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૧૮૬૩ નોંધાવા પામી છે. જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૯૩૨ દરદીઓ કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૯૧૬ દરદીઓ સહિત કુલ-૧૮૪૮ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા ૨ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૮ દરદીઓ અને વડોદરા ખાતે બે દરદીઓ સહિત કુલ-૧૨ દરદીઓ સારવાર હેઠળ છે. આજે આરટીપીસીઆર ટેસ્ટમાં ૧૯ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૭૦ સહિત કુલ-૧૮૯ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે. નર્મદા જિલ્લામાં આજે તા.૧૬ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૩૫,૨૧૧ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૧૩ દરદીઓ, તાવના ૦૯ દરદીઓ, ઝાડાના ૧૨ દરદીઓ સહિત કુલ-૩૪ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૦૦૪૪૯ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯,૦૩,૫૫૯ લોકોને વિતરણ કરાઇ છે.