વડોદરા : વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના આજે વધુ ૪૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ કેસનો કુલ આંક ૨૫,૦૩૧ ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક ૨૪૧ ઉપર સ્થિર જ છે. વડોદરા શહેર-જિલ્લામાં આજે વધુ ૫૫ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે, જે અત્યાર સુધીમાં કુલ ૨૪,૨૧૨ લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ ૫૭૮ એક્ટિવ કેસ પૈકી ૮૨ દર્દી ઓક્સિજન ઉપર અને ૩૮ દર્દી વેન્ટિલેટર ઉપર છે અને ૪૫૮ દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ ૭૬૮૨ કેસ નોંધાયા છે. શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૨૫,૦૩૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૩૭૧૪, પશ્ચિમ ઝોનમાં ૪૧૨૮, ઉત્તર ઝોનમાં ૪૯૦૨, દક્ષિણ ઝોનમાં ૪૫૬૯, વડોદરા ગ્રામ્યમાં ૭૬૮૨ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે. જ્યારે કોરોનાના નવા કેસો નોંધાયા છે જેમાં બાપોદ, પાણીગેટ, નવાયાર્ડ, મકરપુરા, કપુરાઈ, સમા, અટલાદરા, ફતેપુરા, ગોત્રી અને કારેલીબાગનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રામ્યના કરજણ, વાઘોડિયા, બિલ, ડભોઇ, પાદરા, ખટંબા, વરણામાનો સમાવેશ થાય છે.