વડોદરા : વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે ભાજપ-કોંગ્રેસ, અન્ય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારોની ભીડ ચૂંટણી અધિકારીઓની કચેરીમાં ઉમટી પડી હતી. વાજતે-ગાજતે રેલીસ્વરૂપે આવીને રાજકીય પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં. ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે ૪૭૫ મળીને કુલ ૫૪૨ ઉમેદવારીપત્રો ભરાયાં હતાં.

વડોદરા મહાનગરપાલિકાના ૧૯ વોર્ડની કુલ ૭૬ બેઠકો માટે આગામી તા.૨૧મી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે સોમવારે જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ઉમેદવારીપત્ર ભરવના પ્રથમ ત્રણ દિવસ એકપણ ઉમેદવારી નોંધાઈ ન હતી. જ્યારે ચોથા દિવસે ૯ અને પાંચમા દિવસે એટલે કે ગઈકાલે પ૭ ઉમેદવારીપત્રો ભરાયાં હતાં. કોંગ્રેસ દ્વારા ગઈકાલે બાકી રહેલા પ૬ ઉમેદવારો પૈકી ૪૯ની યાદી જાહેર કરાઈ હતી. જ્યારે અન્ય ૭ ઉમેદવારોને ઉમેદવારીપત્ર ભરવા ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી.

આજે ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે ભાજપ-કોંગ્રેસ તેમજ અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોની ચૂંટણી અધકારીઓની કચેરીમાં સમર્થકો, ટેકેદારો સાથે ફોર્મ ભરવા પહોંચતાં ભારે ભીડ ઉમટેલી જાેવા મળી હતી. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો તેમના વોર્ડમાંથી કાર્યકરો-સમર્થકો સાથે વાજતે ગાજતે રેલીસ્વરૂપે સૂત્રોચ્ચાર કરતાં ચૂંટણી અધિકારીઓની કચેરીએ આવી પહોંચ્યા હતા અને ઉમેદવારી નોંધાવી હતી. ભાજપાના અલગ અલગ વોર્ડના ઉમેદવારોની સાથે પ્રદેશ ભાજપાના મહામંત્રી, સાંસદ, ધારાસભ્યો, પૂર્વ મેયર, શહેર ભાજપ પ્રમુખ સહિત હોદ્દેદારો રેલીમાં જાેડાયા હતા અને ઉમેદવારીપત્રો ભર્યાં હતાં. જ્યારે કોંગ્રેસના ઉમેદવારોએ પણ મોટી સંખ્યામાં સમર્થકોની સાથે આવીને ઉમેદવારી નોંધાવી હતી. જાે કે, ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવારો સાથે તેમના ટેકેદારો તેમજ ચૂંટણી અધિકારી કચેરી બહાર કાર્યકરો અને સમર્થકોના ટોળેટોળાં ઉમટતાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડેલા જાેવા મળ્યા હતા. ઉમેદવારીપત્ર ભરવાનો સમય પૂરો થતાં સુધી એટલે કે બપોરે ૩ વાગ્યા સુધીમાં ૧૯ વોર્ડની ૭૬ બેઠકો માટે ૫૪૨ ઉમેદવારીપત્રો ભરાયાં હતાં. જેમાં વોર્ડ નં.૧૨માં સૌથી વધુ ૩૯ ઉમેદવારીપત્રો ભરાયાં હતાં. જ્યારે સૌથી ઓછા ૧૭ ઉમેદવારીપત્રો વોર્ડ નં. ૩માંથી નોંધાયા હતા. ઉમેદવારીપત્રો ભરવાનો પ્રથમ તબક્કો પૂરો થયા બાદ હવે તા.૮મી સોમવારે ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે, તેમજ તા.૯મી મંગળવારે કયા વોર્ડમાં કેટલા ઉમેદવારો છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. જાે કે, આજે જે ઉમેદવારીપત્રો ભરાયાં હતાં તેમાં કોંગ્રેસ અને ભાજપાના તમામ વોર્ડમાં ૭૬ ઉમેદવારોના ફોર્મની સાથે કેટલાક વોર્ડમાં બસપા, આપ, આરએસપી, એનસીપી સહિત કેટલાક રાજકીય પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં. જાે કે, હાલ કેટલાક ઉમેદવારે બે બે તે કેટલાક ઉમેદવારો તેમાંય રાજકીય પક્ષોના ઉમેદવારોએ ડમી ફોર્મ ભર્યું હોઈ તે ફોર્મ પરત ખેંચાશે જેથી ૩૦૦થી ૩૫૦ જેટલા ઉમેદવારો મેદાનમાં રહે તેવી શક્યતા છે.

શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય રાજુ ઠક્કરે અપક્ષ ઉમેદવારી નોંધાવી

વડોદરા ઃ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી વોર્ડ નં.૧૨માં ભાજપની ટિકિટ નહીં મળાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય રાજેશ ઠક્કરે વોર્ડ નં.૧રમાંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, પક્ષ સામે કોઈ વાંધો નથી, પરંતુ ગાંધીનગરથી જે સ્કાયલેબ ઉમેદવાર મુકવામાં આવ્યો છે તેનાથી નારાજ થઈ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને અપક્ષ ઉમેદવાર તરીકે મોટી લીડથી જીતનો દાવો તેમણે કર્યો છે.

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રાજુભાઈ ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ર૦ વર્ષથી ભાજપ સાથે જાેડાયેલો છું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે દાવેદારી કરી હતી. પક્ષે ટિકિટ આપી નથી તેની સામે કોઈ જ વાંધો નથી, મારા બદલે વોર્‌૯ના પાયાના કોઈ કાર્યકરને ટિકિટ આપી હોત તો પણ વાંધો નથી. પાયાના કાર્યકરને વિસ્તારમાં જંગી બહુમતીથી જીતાડવા મો અમે સક્ષમ છીએ પરંતુ મોવડીમંડળે જે સ્કાયલેબ ઉમેદવારને ટિકિ૭ આપી છે અને તેઓ બિલ્ડરના સગાં છે તેની સામે વાંધો છે જેથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, મારા નિર્ણય પર અડગ છું અને ચંૂટણી લડીશ જ, આ વિસ્તારના લોકો અને કાર્યકરો મારી સાથે છે તેમજ સૌથી વધુ લીડથી જીતીશ તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

---------------

‘’

વોર્ડ નં.૧૭ના ભાજપાના પૂર્વ મહિલા કાઉન્સિલરે પણ બગાવત કરી

વડોદરા ઃ મહાનગરપાલિકાની ચૂંટણીમાં શહેરના વોર્ડ નં.૧૭ના ભાજપાના પૂર્વ મહિલા કાઉન્સિલરે પણ બગાવત કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ભાજપા સંગઠનના હોદ્દેદારોએ અંતિમ ઘડીએ પૂર્વ મહિલા કાઉન્સિલરના નામ ઉપર ચેકડી મારી માનીતા ઉમેદવારનું નામ જાહેર કરી દીધું હતું, જેને લઈને પૂર્વ મહિલા કાઉન્સિલર સમર્થકોમાં ભારે નારાજગી વ્યાપી જતાં આખરે ભાવિનાબેન ચૌહાણે વોર્ડ નં.૧૭માંથી શનિવારે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.ઉમેદવારોના નામો સામેનો વિરોધ અને અંતિમ ઘડીએ નામો ઉપર ચેકડી વાગતાં અનેક સક્ષમ દાવેદારો પક્ષ અને નેતાઓથી નારાજ થયા છે. જેમાં ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માંજલપુર વિધાનસભાના વોર્ડ નં.૧૭માં ભાજપાના મહિલા ઉમેદવાર તરીકે ભાવિનાબેન ચૌહાણે જંગી બહુમતીથી જીત હાંસલ કરી હતી. આગામી તા.૨૧મી ફેબ્રુઆરીએ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ વોર્ડ નં.૧૭માં ભાવિનાબેનના નામ ઉપર મહોર લાગી ગઈ હોવાની પ્રબળ શક્યતાઓ હતી, પરંતુ સત્તાવાર નામો જાહેર થાય તે પહેલાં જ શૈલેષ પાટીલના નામને લઈને વોર્ડ પ્રમુખ સહિત અનેક કાર્યકરોએ વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું હતું.

-------------

‘’

કયા વોર્ડમાં કેટલાં ફોર્મ ભરાયાં

વોર્ડ નં. પત્રો

ઉમેદવારી

૧ ૪૧

૨ ૨૦

૩ ૧૭

૪ ૩૬

પ ૨૪

૬ ૨૫

વોર્ડ નં. પત્રો

ઉમેદવારી

૭ ૩૫

૮ ૩૫

૯ ૨૫

૧૦ ૩૩

૧૧ ૨૭

૧૨ ૩૯

વોર્ડ નં. પત્રો

ઉમેદવારી

૧૩ ૨૭

૧૪ ૨૬

૧૫ ૨૪

૧૬ ૩૩

૧૭ ૨૪

૧૮ ૨૨

૧૯ ૨૯