અમદાવાદ, શહેરમાં યુવા પેઢી પણ હવે ચરસ, ગાંજાના રવાડે ચઢી રહી હોવાના સંખ્યબંધ કિસ્સા સામે આવ્યા છે, ત્યારે નારોલમાં પોલીસે બાતમીના આધારે ૧૧૦ કિલો ગાંજા સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે આરોપીને રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે જેમાં આ ગાંજાે ક્યાંથી લાવ્યા, કોણે મંગાવ્યો, કોણ કોણ સંડોવાયેલુ છે તે અંગેની તપાસ હાથ ધરવામાં આવશે.શહેરમાં નારોલ વિસ્તારમાં પોલીસ કરતી હતી ત્યારે નારોલ પોલીસ મથકના મયૂરધ્વજસિંહ ધર્મેન્દ્રસિંહને બાતમી મળી હતી કે, એક રીક્ષમાં કિરીટ પંચાલ તથા તેના બે માણસો લાંભા ટી નાકાબંધી પોઇન્ટથી નારોલ સર્કલ જવાના છે અને તેમની પાસે મોટા પ્રમાણમાં ગાંજાે છે. જેથી આ અંગે પોલીસ નારોલ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ.ગોહિલને જાણ કરી પોલીસે વોચ ગોઠવી હતી. ત્યારે બપોરે બાતમીવાળી રીક્ષા આવી હતી. જેથી પોલીસે કોર્ડન કરી રીક્ષા રોકી તલાશી લીધી હતી. ત્યારે રીક્ષામાં તલાશી લેતા ૧૧.૦૧ લાખની કિંમતનો ૧૧૦ કિલો ગાંજાે મળી આવ્યો હતો. જેથી પોલીસે કિરીટ ચિમલાલ પંચાલ(રહે. રાણીપ), ચીમન મણાભાઇ સોલંકી(રહે.રાણીપ) અને ક્રિષ્નરાજ મસરારામ પુરોહિતની ધરપકડ કરી ૧૧.૬૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આટલા મોટા પ્રમાણમાં ગાંજાે આંગે પોલીસે આરોપીઓની પુચ્છા કરતા તેઓ અંકલેશ્વર જીઆઇડીસી બ્રીજ પાસેથી એક મુસ્લીમ વ્યક્તિ પાસેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ગાંજાે આપનારની પણ શોધખોળ હાથ ધરી છે.