સુરત

શહેરનાં સરદાર બ્રિજ ઉપર વહેલી સવારે માંસ ભરેલો પીકઅપ ટેમ્પો પલટ્યો હતો.જેમાં માંસ ભરેલુ હતુ જે આખા બ્રિજ ઉપર માંસ વેરવિખેર થયું હતુ.આ સાથે વિરવિખેર થયેલું માંસ દૂર કરી ફાયર વિભાગની મદદથી બ્રિજ સાફ કરવામાં આવ્યો હતો. જો કે આ માંસ અંગે તપાસ કરવામાં આવી હતી તેમાં એફએસએલ રિપોર્ટમાં ગૌમાંસ હોવાનું સાબિત થયું હતુ.આ સાથે જ પોલીસે 600 કિલો ગૌમાસનો જથ્થો ઝપ્ત કર્યો છે.આટલું જ નહીં 1.20 લાખનું ગૌમાંસ, ટેમ્પો અને પ્લાસ્ટિક ના કેરેટ મળી કુલ 3.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાઇ પરંતુ સમગ્ર ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ ને સોંપાઈ છે. તેમજ પોલીસે અજાણ્યા ટેમ્પો ચાલક સામે ગુનો નોંધ્યો છે.હવે આગળની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરશે


આશ્ચર્યની વાત એ હતી કે પીકઅપ ટેમ્પોના ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ઘટના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ડેપ્યુટી પોલીસ કમિશનર ભાવના પટેલ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા .માંસનો જથ્થો ખૂબ મોટા પ્રમાણમાં રસ્તા ઉપર વિખરાયેલ જોવા મળતા ફાયર વિભાગને જાણ કરીને તેને સાફ કરી દેવામાં આવ્યો હતો. તેમજ માંસને ટેમ્પોમાં ભરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરાવી હતી.

સમાજસેવી અને ગૌશાળા ચલાવનાર વિનોદ જૈનને જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારે તે ઘટના સ્થળ પર પહોંચીને વીડિયો લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જેથી સ્થળ પર પોલીસે તેને રોકીને ધક્કામુક્કી કરી હતી. જેમાં તેમને સામાન્ય ઈજા પણ થઈ હતી. જોકે પોલીસે આ માટે તેમણે મોબાઈલમાં વીડિયો ન ઉતરવા દીધો તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.