વડોદરા-

વડોદરાની સેન્ટ્રલ એકસાથે 18 કેદીઓ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તેવામાં આજે મધ્યસ્થ જેલનાં વધુ 43 દર્દીઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. હાલ આ તમામ દર્દીને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. મહત્વનું છે કે, સોમવારે OSD ડો. વિનોદ રાવે સેન્ટ્રલ જેલની મુલાકાત લીધી હતી. અને જેલમાં 80 બેડની સુવિધા ઉપલબ્ધ કરવાની જાહેરાત કરી હતી.

ગઈકાલે વડોદરા મધ્યસ્થ જેલમાં 18 જેટલા કેદીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયા છે. આમ માત્ર 2 જ દિવસમાં સમગ્ર જેલમાં કોરોના વાઈરસનું સંક્રમણ ફેલાઈ ગયું છે. અને 2 દિવસમાં જેલની અંદર 61 કેદીઓને કોરોનાનું સંક્રમિત બન્યા છે. વડોદરા જેલમાં કોરોનાનું સંક્રમણ ફેલાતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. 

વડોદરામાં મૂકવામાં આવેલા ખાસ ફરજ પરના અધિકારી OSD ડો. વિનોદ રાવે સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જે બાદ વડોદરા સેન્ટ્રલ જેલના કમ્પાઉન્ડમાં 80 બેડનું કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરવાનો આજે નિર્ણય લેવામાં આવ્યો છે.