વડોદરા

વડોદરાની એમએસ યુનિવર્સિટી કોરોનાના ભરડામાં આવી છે. યુનિવર્સિટીના યુનિટ બિલ્ડીંગમાં મહિલા કર્મચારી કોરોના સંક્રમિત થયા છે. મહિલા ક્લાર્ક કોરોના સંક્રમિત થતા યુનિટ બિલ્ડીંગ બંધ કરવામાં આવી છે. યુનિટ બિલ્ડીંગ ત્રણ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત શિક્ષક અને સ્ટાફ સહિત કુલ 65 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે જેમાંથી ૨૦ ટીચર હોમ ક્વોરટાઇન થયા છે.જ્યારે રજિસ્ટાર ચૂડાસમાંએ કહ્યુ છે કે એક પણ વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગ્યો નથી.આ સાથે યુનિવર્સિટીના કર્મચારી કોરોના સંક્રમિત બની રહ્યા છે. જેથી કોરોનાનું વધતું સંક્રમણ યુનિવર્સિટી માટે ચિંતાનો વિષય બન્યો છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 29,156 પર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 252 પર પહોંચ્યો છે. ગત રોજ વધુ 210 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 26,774 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 2130 એક્ટિવ કેસ પૈકી 171 દર્દી ઓક્સિજન ઉપર અને 99 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1860 દર્દીની હાલત સ્થિર છે.