વડોદરા : કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં સવારે ૭ વાગે શાંતપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો હતો. કોવિડ - ૧૯ની ગાઇડલાઇન મુજબ શરૂ થયેલા મતદાનમાં શરૂઆતના બે કલાક નિરૂત્સાહ ૫.૨૭ ટકા મતદાન થયા બાદ મોટાભાગના મતદાન મથકો પર કતારો લાગી હતી. કોંગ્રેસની આચારસંહિતા ભંગની ફરિયાદો વચ્ચે સાંજે ૬ વાગે ૬૯.૯૬ ટકા મતદાન થયું હતું. પેટા ચૂંટણીમાં ઉત્સાહજનક મતદાન થતા રાજકિયપક્ષોએ ખુશી વ્યક્ત કરી હતી. હવે મતદારોએ ક્યાં ઉમેદવારને સમર્થન આપ્યું છે તે તા.૧૦મીએ સ્પષ્ટ થશે. 

કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું આપી ભાજપમા જાેડાતા યોજાયેલ કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે કોવિડ-૧૯ની ગાઇડલાઇન સાથે સવારે ૭ વાગ્યાથી શાંતીપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો હતો. ૧.૦૪ લાખ પુરૂષ અને ૯૯૭૭૩ સ્ત્રી મળી ૨.૦૪ લાખ મતદારો માટે ૨૪૬ મુુખ્ય અને ૬૫ પુરક સહિત કુલ ૩૧૧ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતાં. લોખંડી બંદોબસ્ત અને સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ કોવિડ - ૧૯ની ગાઇડલાઇનના ચુસ્ત અમલ સાથે મતદાનના પ્રારંભે મીયાગામ કરજણ, દેથાણ અને સાપા ગામે ઇવીએમ ખોટકાતા સમયસર મતદાન શરૂ થયું ન હતું. જાેકે ગણતરીના સમયમાં ઇવીએમ શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતના બે કલાકમાં મતદારોમાં ખાસ ઉત્સાહ જાેવા મળ્યો ન હતો પરંતુ ૯ વાગ્યા બાદ યુવાનો વૃદ્ધ મતદારો, મહિલાઓ સહિત મોટાભાગના મતદાન મથકો પર કતારો જાેવા મળી હતી. તમામ મતદારોને ટેમ્પરેચર ચેક કર્યા બાદ અને ડિસ્પોઝેબલ મોજા પહેર્યા પછી જ મતદાન મથકમા પ્રવેશ અપાયો હતો.પેટા ચૂંટણીને લઇ દરેક બુથપર ભાજપ અને કોંગ્રેસ અગ્રણીઓ તેમજ કાર્યકરોના ધાડેધાડા ઉતર્યા હતાં. જાેકે સવારે ૧૧ વાગ્યા સુધી ૨૨.૯૫ ટકા અને બપોરે ૧ વાગ્યા સુધી ૪૦.૬૪ ટકા મતદાન થતાં ભાજપ અને કોંગ્રેસે મતદારોના ઉત્સાહને લઇ ખુશી વ્યક્ત કરી હતી. સોશ્યલ ડિસ્ટન્સ સાથે ચાલી રહેલી મતદાન પ્રક્રિયાનું ચૂંટણીપંચના નિરીક્ષકો અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે સતત ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. આમ કોંગ્રેસની આચારસંહિતા ભંગની ફરિયાદો વચ્ચે સાંજે ૬ વાગે ૬૯.૯૬ ટકા મતદાન થયું હતું. મતદાન પ્રક્રિયા બાદ ઇવીએમ અને વીવીપેર સીલ કરીને રીસીવીંગ સેન્ટર અને ત્યાંથી મતગણતરી સ્થળે સ્ટેગરૂમમાં લઇજવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તા.૧૦મીએ મતગણતરીના દિવસે બપોર સુધી સ્પષ્ટ થશે.

૨૦૧૭ની ચૂંટણીમાં ૭૭.૨૮ ટકા મતદાન થયું હતું

કરજણ વિધાનસભાની યોજાયેલી પેટાચૂંટણીમાં ૬૯.૯૬ ટકા ઉત્સાહજનક મતદાન થયું હતું. જાેકે વર્ષ ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કરજણ બેઠક ઉપર ૭૭.૨૮ ટકા મતદાન થયું હતું. અને કોંગ્રેસના ઉમેદવાર અક્ષય પટેલનો ૩૫૬૪ મતે વિજય થયો હતો. હવે અક્ષય પટેલ ભાજમાંથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે મતદારો કોને વિજય બનાવે છે તે જાેવાનું રહ્યું છે.

ભાજપ - કોંગ્રેસના ઉમેદવારોએ જીતના દાવા કર્યા

વડોદરા,તા.૩

વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા બેઠકને માટે યોજાયેલ પેટા ચૂંટણીમાં કોરોનાની મહામારીના ડરને ભૂલી જઈને મતદારોએ ભારે સંખ્યામાં મતદાન કર્યું છે. એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયેલ ચૂંટણી પ્રક્રિયામાં મુખ્ય સ્પર્ધક ઉમેદવારો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ એકબીજાની સામે ઘાલમેલ અને ગેરરીતીઓના આક્ષેપો કરીને જીતના દાવા કર્યા છે. કોંગ્રેસના નિશાન પર ચૂંટાયેલા ધારાસભ્ય અક્ષય પટેલના રાજીનામાને પગલે ચૂંટણી યોજાઈ હતી. જેમાં પક્ષપલટો કરીને ભાજપમાં સામેલ થયેલા અક્ષય પટેલને જ ભાજપે મેદાનમાંઉતારીને બેઠક અંકે કરવાનો પ્રયાસ કર્યો છે. એક તરફ પક્ષના સ્થાનિક સંનિષ્ઠ કાર્યકરોની બાદબાકીને લઈને નારાજગી અને બીજી તરફ આયાતી-પક્ષપલ્ટુને ટિકિટ આપવાને લઈને પ્રવર્તતા અસંતોષના પગલે સર્જાયેલી સ્થિતિમાં સામા વહેણે કોઈ પણ ભોગે બેઠકને અંકે કરવાને માટે સ્થિતિ પારખી ગયેલા ભાજપે આઠઆઠ જિલ્લાના નેતાઓ અને કાર્યકરોની ફોજને કરજણના મેદાનમાં ઉતારી દીધી હતી. તે છતાં મતદારોના જાકારા વચ્ચે જીતનો દાવો કરાયો છે. એ કેટલો સાચો ઠરે છે એતો ૧૦ નવેમ્બરે મતપેટીઓ ખુલ્યા પછીથી જ ખબર પડશે. બીજી તરફ આ અક્ષય પટેલ જ્યારે કોંગ્રેસમાં હતા .ત્યારે તેઓની વિધાનસભાની ચૂંટણીનું મેનેજમેન્ટ કરનાર અને તેઓના જમણા હાથ સમાન કિરીટસિંહ જાડેજાને કોંગ્રેસે મેદાનમાં ઉતારીને મજબૂત ટક્કર આપી છે. તેઓ તરફી મતદારોનો ઝોક હોવાની વાત કરી કોંગ્રેસના ઉમેદવારે પણ જીતનો દાવો કર્યો છે.

કોંગ્રેસના પોલીંગ એજન્ટને બુથમાંથી ઉઠાડી પો.સ્ટેશન લઈ ગયાની ફરીયાદ

વડોદરા ઃ કોંગ્રેસ દ્વારા ચૂંટણી અધિકારીને કરવામાં આવી હતી. કોંગ્રેસે કરીલેી લેખિત ફરીયાદમાં જણાવ્યુ છે કે, અગાઉ પણ જિલ્લા પોલીસ દ્વારા આ ચૂંટણીમાં સત્તાધારી પક્ષને ફાચદો કરાવતા હોંવા અંગે ફરીયાદ આપેલી હતી.આજે ચૂંટણીના દિવસે ચાલુ ચૂંટણી દરમિયાન સાધલી ગામના બુથ નં-૧૯૮ પર કોંગ્રેસ દ્વારા નિયુક્ત પોલીંગ એજન્ટ અલ્તાફ રંગરેજ નામના કોંગ્રેસના કાર્યકરને વડોદરા જિલ્લા પોલીસ એસ.પી. અને જી.આઈ.જી. દ્વારા મતદાન મથક માંથી જબરદસ્તીથી ઉઠાડી પોલીસ સ્ટેશન લઈ જઈને ધાક-ધમકી આપી પક્ષપાતી અને કોંગ્રેસના ઉમેદવારને નુકસાન થાય તેવા કૃત્યો કર્યા હોંવાના આક્ષેપ સાથે રજૂઆત કરી હતી.