વડગામ,તા.૬ 

વડગામ તાલુકાના છાપી દૂધમંડળીમાં ચેરમેન, મંત્રી સહિત ૫ સભ્યો રેકર્ડ લઇને ફરાર થઈગયાં છે.વડગામ તાલુકાના છાપી ગામમાં આવેલી દૂધમંડળીમા સોમવારના સવારે ડેરીના સભાખંડમાં બનાસડેરીની ચૂંટણી પહેલા દૂધ મંડળીના પ્રતિનિધિના ઠરાવ કરવા માટે મંડળીના ૧૧ સભ્યોની એક મીટીંગ રાખવામાં આવી હતી. જેમાં દૂધમંડળીના એક જુથના ૬ સભ્યો સવારના દસ વાગ્યાથી દૂધમંડળી ખાતે હાજર થતાં સામે છાપી દૂધમંડળીના ચેરમેન, મંત્રી સાથે ૫ સભ્યો થતાં ચેરમેન અને મંત્રી સાથે ૫ સભ્યોને લઈને તેમની ધારણા પ્રમાણે ઠરાવ થઇ શકે તેમ ન હોય તેવા ભયથી તેઓ ડેરીના રેકર્ડ સાથે ફરાર થઈ જતાં ચકચાર મચી ગઇ હતી.વડગામ તાલુકા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામા આવેલ દૂધમંડળીઓમા મંડળીના પ્રતિનિધિના ઠરાવોને લઇને ભારે ડખા ઉભા થઇ રહ્યા છે.બનાસડેરીની ચૂંટણીમાં પોતાના પક્ષના દૂધ મંડળીના પ્રતિનિધિનો ઠરાવ થાય તે માટે કાવાદાવા દૂધ મંડળીઓમાં શરૂ થયા છે.છાપી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં આજે પ્રતિનિધિનો ઠરાવ થાય તે પહેલાં ચેરમેન,મંત્રી ૫ સભ્યો મંડળીનું રેકડ લઈને ફરાર થઈ ગયા હતા..હાજર ૬ સભ્યોએ બહૂમતિથી પ્રતિનિધિનો ઠરાવ કરીને દૂધમંડળીના રેકર્ડ લઇને નાસી ગયેલા ચેરમેન મંત્રી સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટેની તૈયારીઓ શરૂ કરી હોવાની ચર્ચાઓ છાપીના લોકોમાં થઇ રહી છે.