અમદાવાદ-

ઓલ ઇન્ડીયા રેન્કમાં ટોપ રપમાં અમદાવાદના ૭ તેજસ્વી તારલાઓએ સ્થાન મેળવ્યું છે. કંપની સેક્રેટરીમાં પ્રાથમિક તબક્કામાં અત્યાર સુધીમાં ફાઉન્ડેશનની પરીક્ષા લેવામાં આવતી હતી પરંતુ હવે ફાઉન્ડેશનનું નામ બદલી CSSET કર્યુ છે. ફાઉન્ડેશનની પરીક્ષા બે વખત લેવામાં આવતી તેના સ્થાને હવે CSSET વર્ષમાં ચાર વખત લેવાશે. આ પધ્ધતિથી વિદ્યાર્થીઓને CS કરવા માટે ઓછો સમય લાગશે. અમદાવાદનો રૂસા નિમાવતને ૪૦૦ ગુણમાંથી ૩૩૮ ગુણ મેળવીને દેશમાં ૧૦ અને અમદાવાદમાં પ્રથમ ક્રમે ઉર્ત્તીણ થયેલ છે જયારે કુનીકા શાહ ૮૪.પ૦ ટકા અને કર્મા શાહ ૮૪.પ૦ ટકા ગુણ મેળવીને ટોપ રપમાં આવ્યા છે.