સુરત-

સુરત શહેરમાં અનેક પ્રકારે અસામાજિક પ્રવૃતિઓ ચાલી રહી છે તેમ ખાસ કરીને શહેરમાં પોશ વિસ્તારમાં સ્પાની આડમાં અનેક ગેરપ્રવૃતિઓ કરવામાં આવે છે જે બાબતે અનેકવાર રેઇડ કરવામાં આવી છે. પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવતાં. જેને લઈને થોડા સમયમાં ફરી સ્પા શરૂ કરી દેવામાં આવે છે. ત્યારે વધુ એક બાતમી મળતા સુરત ક્રાઈમ બ્રાન્ચની મિસિંગ સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ગ્રાહક બનીને પોલીસે રેઇડ કરી હતી. સુરત ક્રાઈમ બ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે બાતમીના આધારે અહી દરોડા પાડ્યાં હતાં. પોલીસની એક ટીમ અહી ગ્રાહક બનીને પહોચી હતી અને ખરાઈ કર્યા બાદ અહી દરોડા પાડવામાં આવ્યાં હતાં.પોલીસના દરોડાના પગલે કોમ્પ્લેક્સમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસથી બચવા માટે માર્વેલા કોરિડોરમાં ગ્રાઉન્ડ ફ્લોરથી લઈ ચોથા માળે સ્પાની રૂમની બહાર સુધી સીસીટીવી કેમેરા લગાડેલા છે. જેના પર એક વ્યક્તિ નજર રાખતો હતો.અટકાયતમાં લેવામાં આવેલી 18 મહિલાઓએ દાવો કર્યો હતો કે તેઓ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, અમદાવાદ અને સુરતના થાણેની છે. વેસુ વી.આઈ.પી.રોડ પર આવેલા માર્વેલા કોરીડોરમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે અહીથી 18 યુવતીઓને મુક્ત કરાવી હતી. પોલીસે સંચાલક, માલિક અને ગ્રાહકો મળી કુલ 8 લોકોની ધરપકડ કરી છે. ગુજરાત બહારથી આ યુવતીઓ સુરત આવી હતી.