ભુજ-

ડ્રગ્સકાંડના આરોપી શાહિદ સુમરાને કોર્ટમાં રજૂ કરાયો જેમાં કોર્ટ આરોપી શાહિદ સુમરાનને 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે ગઈ કાલે ગુજરાત ATS એ દિલ્હીથી શાહિદ સુમરામની ધરપકડ કરી હતી અને બાદમાં તેને ભૂજ કોર્ટમાં રજૂ કરાયો હતો. જેમાં કોર્ટે શાહિદ સુમરાના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. આરોપી શાહિતનું પાકિસ્તાન સાથેનું કનેક્શન હોવાથી તે પાકિસ્તાનથી કચ્છતા દરિયાકાંઠે ડ્રગ્સ મંગાવતા હતો શાહિદના આંતકી સંગઠન સાથેની લીંક હોવાનું શક્યાતા જોતા વધુ પૂછપરછ હાથ ધરાશે તેમજ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક ટેરેરિઝમ મુદ્દે પૂછપરછ કરાશે. ગુજરાત ATSએ 175 કરોડના હેરોઇન-ડ્રગ્સ મામલે મોટી સફળતા મળી છે, ગઈ કાલે 175 કરોડનાં હેરોઇન કેસમાં સંડોવાયેલા આરોપીને ATSએ ઝડપી પાડ્યો હતો.