મહીસાગર-

છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જિલ્લામાં આવેલ કડાણા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક 1 લાખ 80 હજાર 172 ક્યુસેક છે. જેની સામે કડાણા ડેમના 8 ગેટ 10 ફૂટ ખોલી 1 લાખ 29 હજાર 896 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલમાં ડેમનું જળ સ્તર 415.9 ફૂટ નોંધાયું છે.

રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં નદી-નાળાં છલકાયાં છે. બીજી તરફ હજુ બે દિવસથી સુધી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.