અમદાવાદ-

ગુજરાત એસ.ટી વિભાગના 800 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા જે પૈકી 150 ના મોત થઈ ગયા છે. જેમાં મોટાભાગના ડ્રાઈવર અને કન્ડકટર છે.કોરોના માં આટલી મોટી સંખ્યા માં મોત ને ભેટનારા એસટી કર્મચારીઓ ને એસટી મહા મંડળ દ્વારા શ્રધ્ધાંજલીઆપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે એસ.ટી મહામંડળના સભ્યોએ બેનર લઈને સરકાર સમક્ષ અનેક માંગણીઓ કરી હતી.નોંધનીય છે કે રાજ્યમાં કોરોના કાળ માં અટવાયેલા લોકો ને એક શહેરથી બીજા શહેર અને પરપ્રાંતીય લોકોને પોતાના રાજ્યમાં જવા માટે કોઈ તકલીફ ન પડે તે માટે લોકડાઉન દરમિયાન પણ બસ સેવાચાલુ રાખવામાં આવી હતી. આ દરમિયાન કોરોના વચ્ચે ડ્રાઈવર અને કન્ડકટર એ પોતાનો જીવ જોખમ માં મૂકી ફરજ બજાવી હતી જેમાં સંક્રમણ લાગતા તેઓ ના મોત થઈ ગયા હતા. એસટી મહામંડળના કર્મચારીઓએ સરકાર સમક્ષ એ પણ રજૂઆત કરી કે કર્મચારીઓને કોરોના વોરિયરનું બિરુદ સાથે વળતર આપવામાં આવે.કારણ કે તેઓએ પણ જીવ ના જોખમ એ કોરોના કાળ માં ફરજ બજાવી છે અને તે દરમિયાન તેઓ સંક્રમિત થયા હતા. આમ કોરોના માં આટલી મોટી સંખ્યા માં એસટી વિભાગ માં મોત નો મામલો સામે આવ્યો છે.