સુરત, સુરત જિલ્લામાં ૪ નગરપાલિકા ૩૪ જિલ્લા પંચાયત અને ૧૭૬ તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાનની શરૂઆત થઈ છે. આ સાથે તાપીમાં ૧ નગરપાલિકા, જિલ્લા પંચાયતમાં ૨૬ બેઠકો અને સાત તાલુકા પંચાયતમાં ૧૨૪ બેઠકો માટે પણ મતદાન શરૂ થયું છે. સવારે ૭થી જિલ્લાના મતદાન મથકો પર મતદાનનો પ્રારંભ થયો છે. સુરત ન.પાનું ૬૦.૯૫, જિલ્લાનું ૫૬.૬૦ અને તાલુકાનું ૫૯.૯૧ ટકા મતદાન થયું છે. જ્યારે તાપી ન.પાનું ૭૦.૦૬, જિલ્લાનું ૬૨.૧૮ અને તાલુકાનું ૬૪.૨૩ ટકા મતદાન નોંધાયું છે. તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે. સુરત અને તાપીના કુલ ૧૬.૫૬ લાખ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ત્યારે સવારથી મતદારોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે અને મતદાન મથકો પર લાંબી લાઈનો લગાવી દીધી છે. દરમિયાન બાબેન ખાતે કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે અને સઠવાવ ગામ ખાતે સાંસદ પ્રભુ વસાવાએ મતદાન કર્યું હતું.

સુરતની ૪ અને તાપીની ૧ નગરપાલિકાનું મતદાન

• બારડોલી ૬૦.૧૩

• કડોદરા ૬૧.૨૮

• તરસાડી ૫૯.૧૪

• માંડવી ૬૬.૨૦

• વ્યારા ૭૦.૦૬

સુરત - તાપી જિ.પં.નું મતદાન

• સુરત ૫૬.૬૦

• તાપી ૬૨.૧૮

સુરત તાપી તા. પં.નું પરિણામ

• સુરત ૫૯.૯૧

•તાપી ૬૪.૨૩