સુરત-

સરકારની વિવિધ યોજના લાભ લેવા માટે બેન્ક ઓફ બરોડામાંથી લોન લઇ ભરપાઈ નહીં કરવાનું કૌભાંડ મોટા પ્રમાણમાં ચાલી રહ્ય્šં છે. ત્યારે પહેલા નવયુગ કોલેજ બ્રાન્ચ, ડુમસ બ્રાન્ચમાંઆવુ કૌભાંડ ઝડપાયું હતું. ત્યારે હવે મોટા વરાછા અને મગદલ્લા બ્રાન્ચમાં પણ લોન કૌભાંડ સામે આવતા ચકચાર મચી ગઇ છે. વરાછા બ્રાન્ચમાંથી રૂ.૪.૪૯ કરોડ અને મગદલ્લા બ્રાન્ચમાંથી રૂ.૫.૦૩ કરોડની લોન લઇને આ કૌભાંડ આચરવમાં આવ્યુ હતું ત્યારે આ મામલે કૌભાંડ આચરનારા ૪૮ લોનધારકો, બેન્કના સિનિયર મેનેજર, લોન એજન્ટ સહિત ૫૭ વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ સીઆઇડી ક્રાઇમમાં નોંધાઈ છે. સુરતમાં સરકરી યોજનાના નામે બેન્કમાંથી લોન લઇને આ રૂપિયાની ભરપાઈ નહિ કરી બેંક સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાનું સામે આવતા આ મામલે કતાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બેન્ક મેનેજરે ફરિયાદ નોંધાવતા તપાસ શરુ કરવામાં આવતા પહેલા સુરતના રાંદેર રોડ સ્થિત બેન્ક ઓફ બરોડાની નવયુગ કોલેજ બ્રાન્ચમાં વિવિધ સરકારી યોજના હેઠળ રૂ.૨.૨૮ કરોડની લોન લઈ ભરપાઈ નહીં કરી આચરવામાં આવેલું કૌભાંડ આંતરીક તપાસમાં બહાર આવ્યું હતું. જે બાદ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી. જાેકે આ મામલે વધુ તપાસ કરતા આવી રીતે જ બેન્કની ડુમસ બ્રાન્ચમાં પણ રૂ.૮.૩૪ કરોડનું કૌભાંડ બહાર આવતા સીઆઇડી ક્રાઇમમાં વધુ એક બ્રાન્ચ સામે ફરિયાદ નોંધાય હતી. ત્યાર બાદ સતત તપાસ શરૂ રાખતા આ કૌભાંડના તાર મોટા વરાછા અને મગદલ્લા બ્રાન્ચ સુધી પોંહચ્યા હતા.

આરોપી દ્વારા મોટા વરાછા બ્રાન્ચમાંથી રૂ.૪.૪૯ કરોડ અને મગદલ્લા બ્રાન્ચમાંથી રૂ.૫.૦૩ કરોડની લોન કૌભાંડ આચર્યાનું સામે આવતા વધુ એક ફરિયાદ ગતરોજ નોંધવા પામી છે. આ મામલે સીઆઇડી ક્રાઇમની તપાસમાં આ કૌભાંડમાં પણ મુખ્ય સૂત્રધાર લોન કન્સલ્ટીંગ એજન્ટ નિલેશ વાઘેલા, ઝીરોમેક્ષ ઇન્ડસ્ટ્રીઝ, વી.એમ.એન્ટરપ્રાઇઝ, હાઈબોન્ડ એન્જીનીયરીંગ, સુપ્લેક્ષ એન્જીનીયરીંગના પ્રોપ્રાયટર ભરતભાઈ વાઘજીભાઈ અકબરી, તપોવન એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાયટર સંદીપ બાબુભાઈ ઘાડીયા અને ૪૮ લોનધારકોએ વર્ષ ૨૦૧૬થી ૨૦૧૮ દરમિયાન બોગસ ક્વોટેશન લેટર બનાવી લોન લેનારાઓના બોગસ દસ્તાવેજાે તૈયાર કરી બેન્કમાં રજૂ કર્યા હતા. તે દસ્તાવેજાેની પૂરતી ચકાસણી કર્યા વિના આરબીઆઇના વિવિધ નિયમોને અવગણી તત્કાલીન સિનિયર મેનેજર રાજેશ ડી. પરમારે લોન મંજુર કરી હતી.