પાટણ,તા.૩૦ 

સમીના  ગુજરવાડાના  હાઇવે પર શોપિંગ સેન્ટરની પાછળના ભાગે ટેન્કરોમાંથી  ઓઇલ ચોરીના  કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. જેમાં ટ્રાન્સપોર્ટર તેમજ કેસ્ટર ઓઇલ ભરી ટેન્કર મોકલનાર કંપનીની જાણ બહાર ઓઇલ ભરેલા ટેન્કરોમાંથી ૩૫થી ૫૦ લીટર કેસ્ટર ઓઇલ ચોરી કરી લેવામાં આવતું હતું. સમી પોલીસે છાપો મારીને ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.  હારીજ રાધનુપર હાઇવે પર સમી નજીક ગુજરવાડા ચાર રસ્તા પર આવેલ ચોકડી શોપીંગ સેન્ટરની પાછળના ભાગે દુકાનની આગળ એક ટેન્કરમાંથી શંકાસ્પદ ઓઇલ ચોરી થતી હોવાની બાતમી સમી પોલીસને મળી હતી. જેના આધારે રેડ કરતા ત્રણ શખ્સોને ઓઇલ ચોરી કરતા રંગે હાથ ઝડપ્યા હતા. સ્થળ પરથી ટેન્કર  કિ.રૂ.૧૧લાખ,  ટેન્કરમાં ભરેલ ઓઇલ  લિ. ૨૩,૯૩૫ જેની કિ. રૂ.૧૮,૬૬,૯૩૦, અને પ્લાસ્ટીકના કેરબામાં ભરેલ કેસ્ટર ઓઇલ  લિ. ૬૫૫ કુલ રૂ.૫૧,૦૯૦ અને  ૩૫ લીટરના ખાલી કેરબા ૪૨  કિ. રૂ. ૮૪૦, ૧૮ લીટરના ખાલી કેરબા નંગ ૮ કુલ રૂ. ૮૦ અને રોકડ રૂ.૯૫૦૦, ત્રણ મોબાઇલ રૂ.૬૦૦૦ મળી કુલ રૂ.૩૦,૩૪,૫૧૦ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પકડાયેલા શખ્સોના  કોરોના  સેમ્પલ લેવડાવીને  પોલીસ સ્ટેશનમાં  નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા છે  રિપોર્ટ આવ્યા બાદ કોર્ટમાં રજૂ કરી  રિમાન્ડ માગવામાં આવશે. ઝડપાયેલા આરોપીઓમાં અલ્પેશજી વિરમજી ઠાકોર,લક્ષ્મણજી ઉદાજી ઠાકોર ,ઇલીયાસ હુસેન રાયમા અને રમેશજી પથુજી રાજપુત ફરાર થઇ ગયો છે.