સુરત-

વિશ્વ મહિલા દિન (ઇન્ટરનેશનલ વિમેન'સ ડે) નિમિત્તે સુરતના હાર્દિક જરીવાલા ફાઉન્ડેશન દ્વારા રમત-ગમતમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળકેલી સુરત શહેરની 09 દીકરીઓનું સન્માન કરીને આદિવાસી વિદ્યાર્થીઓની સાથે ઉજવણી મોખામાળ ગામ, શબરીધામ પાસે, ડાંગ ખાતે 7મી માર્ચ 2021ના રોજ સવારે 9:30 કલાકે આયોજિત કરવામાં આવેલ છે.સુરત શહેરની દીકરીઓની સિદ્ધિ જોઈને આદિવાસી વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં ઉચ્ચતા તરફ જવાનું લક્ષ્‍ય મળી શકે એ આ આયોજન પાછળનો મુખ્ય આશય છે.જે દીકરીઓનું સન્માન કરવાનું છે તેમાં, ધનશ્રી મોરે-આંતરરાષ્ટ્રીય રોલર સ્કેટિંગ રમતવીર, નામાહ સાદરીવાલા-એશિયન કરાટે ચેમ્પિયન, ડૉ. નિકિશા જરીવાળા-રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા, ઇનોવેટર, યુટ્યુબર, અદિતિ અને અનુજા વૈદ્ય-પર્વતારોહક કે જેમણે એવરેસ્ટ સર કર્યું છે.વિશ્વા પટેલ- જિમ્નેસ્ટ, ફિલ્ઝાફતેમા કાદરી-આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ પ્લેયર, કનિષ્કા વિરાણી-રાષ્ટ્રીય કેટલબૉલ પ્લેયર, સિંઘ ખુશ્બૂ- પાવરલિફ્ટર, શૂટર, ટગ ઓફ વૉર પ્લેયર વગેરેનો સમાવેશ થાય છે.