અમદાવાદ : ગુજરાતમાં ૫૮,૨૨૭ બિલ્ડીંગ પાસે ફાયર એન.ઓ.સી. (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) અને જરૃરી ફાયર સેફ્ટી ઉપકરણો નહોવાની કેફિયત આપતું સોગંદનામું રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રજૂ કર્યુ છે. આ ઉપરાંત ૩૩,૨૭૪ બિલ્ડીંગો પાસે બી.યુ. પરમિશન ન હોવાની રજૂઆત પણ સરકારેકરી છે, જે પૈકી૨૫,૯૧૦ બિલ્ડીંગ મ્યુનિસિપાલિટી વિસ્તારોમાં છે.

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાથી આઠ કોરોના દર્દીના મોતબાદ ફાયર સેફ્ટીના યોગ્ય અંમલ અંગે થયેલી જાહેર હિતની અરજીમાં સરકારે આ વિગતોસોગંદનામા સ્વરૃપે રજૂ કરી છે.રાજ્ય સરકારના અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગ દ્વારા હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં જવાબ રજૂ કરવામાં આવ્યો છે કે સમગ્ર રાજ્યમાં ૫૮, ૨૨૭ બિલ્ડીંગો પાસે ફાયર એન.ઓ.સી. નથી અને તેમાં યોગ્ય ફાયર સેફ્ટીની સુવિધાઓ ઇન્સ્ટોલ કરવામાં આવી નથી. અમદાવાદમાં ૧૬,૭૬૧, સુરતમાં ૫૯૨૨, રાજકોટમાં ૫૯૧૭ અને વડોદરામાં ૪૫૮૬ તેમજ નગરપાલિકા વિસ્તારોમાં ૨૪,૬૭૩ બિલ્ડીંગો પાસે ફાયર એન.ઓ.સી. નથી.આ ઉપરાંત ગુજ઼રાતમા ૩૩,૨૭૪ બિલ્ડીંગ પાસે બી.યુ. પરમિશન પણ નથી. જે પૈકી ૨૫,૯૧૦ બિલ્ડીંગ મ્યુનિસિપાલિટી વિસ્તારોમાં છે. જેમાંથી અમદાવાદમાં ૧૪૮૯ બિલ્ડીંગ,સુરતમાં ૨૩૩૫, ૧૦૦૯ વડોદરમાં અને ૧૬૪૦ બિલ્ડીંગ રાજકોટમાં છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાથી આઠ કોરોના દર્દીના મોત બાદ ફાયર સેફ્ટીના યોગ્ય અંમલ અંગે થયેલી રિટમાં આ સોગંદનામું રજૂ કરાયું છે. રિટમાં અરજદારની રજૂઆત છે કે છેલ્લાં બે દાયકાથી થયેલી વિવિધ કાર્યવાહી અને નવાં કાયદાઓ છતાં રાજ્યમાં ફાયર સેફ્ટીના નક્કર અમલનો અભાવછે. રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારી ને લઈને કોર્ટનું કડક વલણ દાખવતા કોર્ટે કહ્યું કેે,લોકોના જીવના જાેખમે હોસ્પિટલો અને શાળાઓ ધંધો કરી શકશે નહીં.ઉપરાંત શ્રેય હોસ્પિટલ ફરી શરૂ કરવાની રજૂઆત કોર્ટે ફગાવી હતી.અને અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ એસોસિએશન ને હાઇકોર્ટનો નિર્દેશ આપતા કહ્યુ કે, ફાયર સેફટી ના નિયમો નું પાલન કરો અથવા હોસ્પિટલ બંધ કરો સાથે ફાયર સેફટી વગરની ઇમારતો ફેક્ટરીઓ શાળાઓ અને હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવા હાઈકોર્ટનો સરકારને આદેશ કર્યો હતો.