મુંબઈ-

દેશભરમા સિનેમાઘર બંધ છે. લાખો નોકરીઓ પ્રભાવિત થઈ છે. કરોડોનું નુકસાન થયું છે. એવામાં મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઑફ ઈન્ડિયાએ સરકારને અપીલ કરી છે કે અનલૉક ઈન્ડિયા અંતર્ગત મૉલ્સ, એરલાઈન્સ, રેલવે, રિટેલ, રેસ્ટોરાં, જેમ અને અન્ય કેટલાય સેક્ટર્સ ખોલવામા આવી ચૂક્યા છે, જ્યારે હવે થિયેટર્સ બીજીવાર ખોલવાની મંજૂરી પણ આપી દેવી જોઈએ. જેના પર સીધી રીતે 2 લાખ લોકોનો પરિવાર ચાલે છે. ભારતમાં સિનેમાઘરોમાં રિલીઝ થયેલી છેલ્લી ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ', જેના રિલીઝના આગલા દિવસે જ કોરોના વાયરસના કહેરને કારણે દેશભરમાં સિનેમાઘર બંધ કરવાની ઘોષણા કરી દેવામાં આવી.