અમદાવાદ-

સ્ટેચ્યુ ઓફ યુનિટીને વધારે ખૂબસુરત બનાવવા માટે રાય સરકાર આ સ્ટેચ્યુ અને નર્મદા ડેમની વચ્ચે સાતપુડાની વિધ્યાંચલ પહાડીમાં રોપ-વે બનાવવા જઇ રહી છે. આ પ્રોજેકટની કોસ્ટ ૬૦ કરોડ પિયા અંદાજવામાં આવી છે અને તે ૧.૨૫ કિલોમીટર સુધી લાંબો હશે, જે દેશ અને વિદેશના પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બનશે. નર્મદા જિલ્લાના એક શિક્ષકે રોપ-વે પ્રોજેકટનું સપનું જોયું હતું જે સાકાર થવા જઇ રહ્યું છે. એક વર્ષ પહેલાં રોપ-વે પ્રોજેકટ માટે સરકારના અધિકારીઓ વચ્ચે ચર્ચા થઇ હતી અને તેનો સર્વે પણ કરવામાં આવ્યો હતો, જો કે હવે આ પ્રોજેકટ પર સરકારે કામ શ કયુ છે. ટેન્ડરીંગની પ્રક્રિયા પણ શ કરવામાં આવી છે. 

નર્મદા વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રોજેકટને ૨૪ મહિનાના ટૂંકાસમયમાં તૈયાર કરી પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે. મહત્વની બાબત એવી છે કે નાંદોદ તાલુકા બોરીદ્રા ગામની પ્રાથમિક સ્કૂલના શિક્ષક અનિલ મકવાણા અને બે વિધાર્થીનીઓએ ૨૦૧૪માં રોપ-વેનો પ્રોજેકટ વિચાર્યેા હતો. ભૂમિકા અને ઇકિત્સા વસાવા નામની બે વિધાર્થીઓએ આ પ્રોજેકટમાં ખૂબ ઉંડો રસ લીધો હતો. 

તાલુકા થી જિલ્લાકક્ષાએ આ પ્રોજેકટને ખૂબ પ્રસિદ્ધિ મળી હતી અને છેવટે રાયકક્ષાએ પણ આ વિચારની સરાહના કરી હતી. દિલ્હીના પ્રગતિ મેદાનમાં રાષ્ટ્ર્રીય કક્ષાના ગણિત તેમજ વિજ્ઞાન પ્રદર્શનમાં નર્મદાના આ પ્રોજેકટની ખૂબ તારીફ કરવામાં આવી હતી. છેવટે સરકારને આ વિચાર ગમ્યો અને રોપ-વે બનાવવાની દરખાસ્ત મૂકી ડિઝાઇન તૈયાર કરાવી હતી. આ રોપ-વે મોનો કેબલ ડિટેચેબલ ગોંડોલા સિસ્ટમ પ્રમાણે બનશે, જેમાં પાંચ ટાવર મૂકાશે. બે સ્ટેશન ઉભા કરાશે. ૮.૩૫ મીટરના ટાવરો હશે. કેબિનો વચ્ચે ૨૪ સેકન્ડનો ઇન્ટરવલ રહેશે. ૬ મિનિટ પ્રતિ સેકન્ડની લાઇન સ્પીડ હશે. શઆતમાં ૧૨ કેબિન પછી વધારીને ૨૨ કેબિન કરવામાં આવશે. એક કેબિનમાં ૧૦ લોકો બેસી શકશે. ૪.૩૬ મિનિટની સ્પીડ વન-વે ટ્રીપને લાગશે. શઆતમાં ૮૦૦ લોકો એક કલાકમાં બેસી શકશે