રાનકૂવા,તા.૧ 

ચીખલી તાલુકામાં નદીઓ અને બાગાયતી વાડીની ઠંડક વન્ય પ્રાણીઓ માટે આશ્રય સ્થાન છે શેરડીની કાપણી બાદ ખોરાકની શોધમાં દિપડાઓ ઘણીવાર રહેઠાણ વિસ્તારમાં આવતા હોય છે ત્યારે મંગળવારે સાંજે નમતી પહોર નાં સમયગાળા દરમિયાન કુકેરી ગામની સીમમાં એક મૃત હાલતમાં ઝાડી માં દીપડો પડયો હોવાની જાણ થતાં કુકેરી ગામ ના સરપંચે વનવિભાગને આ બાબતે અવગત કર્યું હતું.

આર.એફ.ઓ અમિત ટંડેલ સહીત વનવિભાગની ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ દીપડા નો કબજો લઇ ચીખલી વનવિભાગની કચેરીએ લાવીને કોલ્ડ માં મૂક્યા બાદ આજે સવારે રાનકુવા પશુ ચિકિત્સક પાસે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું મોતનું કારણ જાણવા માટે વિશેરા લઇ ને સુરત એફ.એસ.એલ કચેરીમાં મોકલવામાં આવ્યા છે.વધુમાં આર.એફ.ઓ અમિત ટંડેલે “લોકસત્તા જનસત્તા”સાથેની વાતચીતમાં ઉમેર્યું કે મૃત દીપડાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે જેમાં પ્રાથમિક અનુમાનમાં તેની ઉંમર એક વર્ષની અંદાજવામાં આવી છે અને તેના શરીરે થી બે જગ્યાએ દાંતના ઇજાના નિશાન મળી આવ્યા છે એટલે કે હિંસક પ્રાણી સાથે તેનો સંઘર્ષ થયો હોય અને આ સંઘર્ષમાં તેનો મરણ થયું હોવાનું હાલ તો પ્રાથમિક તારણ છે ઉપરાંત આ વિસ્તારમાં એક કદાવર દીપડો પણ ફરી રહ્યો છે આશંકા છે કે આ દીપડો ફરતો ફરતો આ વિસ્તારમાં આવી ચડયો હોય અને તેનો સંઘર્ષ કદાવર દીપડા સાથે થયો હોય જેને લઇને આ વિસ્તારમાં અન્ય કોઈ માનવ ઉપર હિંસક દીપડો બીજીવાર હુમલો ન કરે તેની તકેદારીના ભાગરૂપે આજે આ વિસ્તારમાં પાંજરૂ ગોઠવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે અને સાંજ સુધીમાં પાંજરૂ મુકી દેવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.