અમદાવાદ

મણિનગર વિસ્તારમાં આવેલ ખોડીયાર માતાજીના મંદીર પાસે આવેલ એક લીમડાનું ઝાડ સમી સાંજે અચાનક પડી જતા એક વૃદ્ધ મહિલા ઝાડની નીચે ફસાઈ ગઈ હતી. જાે કે માથાના ભાગે ઝાડની ડાળી વાગી હોવાથી સારવાર માટે હોસ્પિટલ મોકલી હતી. ત્યાં હાજર ડોક્ટરે વૃદ્ધાને મૃત જાહેર કર્યા હતા. બીજી બાજુ ઝાડ પડવાની સાથે કેટલુક નુકશાન પણ થયુ હતુ અને લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો. શહેરના મણિનગર વિસ્તારમાં આવેલ ખોડીયાર માતાજીના મંદીર પાસે આવેલ વર્ષો જુનુ એક લીમડાનું ઝાડ સમી સાંજે અચાનક જ પડી ગયું હતું. જાે કે તે સમયે ચંદ્ર પ્રકાશ સોસાયટી વિભાગ ૨ માં રહેતા રેણુકાબેન મહેતા ત્યાં શાકભાજી ખરીદવા માટે આવ્યા હતા. જાે કે આ ઝાડ પડતા તેમની ડાળીઓ રેણુકાબેનને વાગી હતી. જેના પગલે ગંભીર ઈજાઓ થઈ હતી અને ઝાડની ડાળીઓની અંદર દટાઈ ગયા હતા. જાે કે ત્યા ચાની કીટલી ચલાવતા એક આધેડે બુમો બુમ કરીને લોકોને ત્યાથી દુરકરી દીધા હતા. જે થી વધુ જાન હાની ટળી હતી. બીજી બાજુ ઝાડની ડાળીની અંદર દટાયેલા રેણુકાબેનને બહાર કાઢતા તેમને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જાે કે ફરજ પરના તબીબી તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી બાજુ ફાયરબ્રીગેડને પણ ઘટનાની જાણ કરતા ફાયરબ્રીગેડની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ ઝાડને રસ્તા પરથી હટાવવાની કામગીરી હાથધરી હતી. જાે કે ફાયરબ્રીગ્રેડની ૫ કલાકની જહેમતભરી કામગીરી બાદ આ ઝાડને રસ્તેથી હટાવવામાં આવ્યુ હતુ.

મંદિરની છત તથા લારી અને એક્ટિવાને નુકસાન

અચાનક લીમડાનું ઝાડ ધરાશાયી થવાની સાથે લોકોમાં ભાગ દોડ મચી ગઈ હતી. જાે કે લોકો જીવ બચાવવા માટે પણ દોડી રહ્યા હતા. ત્યારે શાકભાજીની લારી માટલા વેચતી મહિલા પણ લારી મુકીને ભાગી ગઈ હતી. જેથી માટલાની લારી અને એક એક્ટિવા પર આ ઝાડ પરતા નુક્શાન થયુ હતુ. બીજી બાજુ ઝાડ એટલુ વિશાળ હતું કે તેની અમુક ડાળી બાજુમાં આવેલ મંદીરની છત પર પટકાઈ હતી જેના પગલે છતનો કેટલોક ભાગ પણ નીચે પડી ગયો હતો. 

લીમડાનું ઝાડ ૧૦૦ વર્ષ જૂનું હોવાનું લોકોનું અનુમાન

હાજર લોકોએ લોકસત્તા સાથે વાત કરતા જણાવ્યુ હતું કે છેલ્લા કેટલાય સમથી આ ઝાડને તે લોકો જાેઈ રહ્યા છે. આ ઝાડ લગભગ ૧૦૦ વર્ષથી પણ વધારે જુનુ હોવાનું લોકોનું કહેવું હતુ. બીજી સમી સાંજે મંદીરમાં લોકો આરતી કરવા માટે પણ આવ્યા હતા. જાે કે અચાનક આ ઝાડ ધરાશાયી થઈ ગયું હોવાથી લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.