દિલ્હી-

12 વર્ષનો એક કિશોર ઘરમાં ઘૂસેલા ધાડપાડુઓથી ભીડી ગયો અને તેમને ઉંધી પૂંછડીએ તગેડવામાં સફળ રહ્યો. આ પહેલા હથિયારો સાથે ઘરમાં ઘૂસેલા ધાડપાડુઓએ આ બાળકની દાદીના પગમાં ગોળી મારી દીધી હતી અને રૂપિયાની માંગણી કરી હતી. જેના પછી આ બાળકે ગોળી મારી દીધી. ગોળી વાગવાના કારણે ધાડપાડુ ત્યાં જ ઢળી પડ્યો અને તેનું મોત થઇ ગયું હતું.

આ ઘટના અમેરિકાના નોર્થ કૈરોલિનાની છે. શનિવારની રાત્રે માસ્ક પહેરીને બે ધાડપાડુ 73 વર્ષની લિંડા એલિસ (બાળકની દાદી)ના ઘરમાં ઘૂસી ગયા હતા. બાળક તરફથી ગોળી ચલાવ્યા બાદ બંન્ને ધાડપાડુ ઘરથી ઉંધી પૂંછડીએ ભાગી ગયા હતા. બાદમાં ઘરથી થોડે દૂર એક ચોર ઇજાગ્રસ્ત અવસ્થામાં મળી મળી આવ્યો હતો. તેને હોસ્પિટલમાં ભર્તી કરાવ્યા બાદ તે મોતને ભેટ્યો હતો. મૃતક ધાડપાડુની ઉંમર ૧૯ વર્ષ હતી. ત્યાં જ ધાડપાડુની ગોળીથી ઇજાગ્રસ્ત થયેલ એલિસની સારાવાર ચાલી રહી છે અને તેમની હાલત સ્થિર બતાવવામાં આવી રહી છે. એક સંબંધીએ જણાવ્યું કે, ધાડપાડુઓએ દરવાજાે ખખડાવ્યો હતો અને એલિસ દરવાજાે ખોલતા તેઓ ઘરમાં દાખલ થયા હતા.

સંબંધીએ જણાવ્યું કે, એક ધાડપાડુ પાસે હથિયાર હતું. તેણે એલિસને જમીન પર પાડી દીધી અને બાદમાં પગમાં ગોળી મારી હતી. ત્યાં જ એવી જાણકારી પણ સામે આવી રહી છે કે, બાળક પર કોઇ આરોપ લાગશે નહીં, પરંતુ હાલમાં પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. ત્યાં જ બીજા ધાડપાડુની ધરપકડ હજૂ સુધી થઇ શકી નથી.