ભરૂચ, ભરૂચ જિલ્લામાં કોરોના કહેર વધતા સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે. હોસ્પિટલોમાં બેડ નથી, દવાઓની અછત છે, ઓક્સિજનનાં બોટલો પૂરતા મળતા નથી. તેવા સંજાેગોમાં દહેજ પંથકમાં સંપૂર્ણ સુવિધાઓ સાથેની ૫૦ બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરાતા ધારાસભ્ય અરુણસિંહ રણાએ તેની મુલાકાત લીધી હતી. દહેજ હેલ્થ એન્ડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની રજૂઆતના પગલે જિલ્લા કલેકટરની સૂચનાથી કોવિડ હોસ્પિટલ તરીકે શરૂ કરાઇ છે. હોસ્પિટલમાં ૫૦ બેડની સુવિધા છે. જેમાં ૮ આઇસીયું બેડ જેમાં બે બેડ પર વેન્ટીલેટરની સુવિધા છે. ૨૦ બેડ પર ઓક્સિજનની સુવિધા છે. બે પુરુષના અને બે મહિલાના મળી કુલ ચાર જેટલા જનરલ વોર્ડ, ચાર સ્પેશિયલ અને ચાર સેમી સ્પેશિયલ વોર્ડની સુવિધા છે.