21, ફેબ્રુઆરી 2025
3663 |
નવી દિલ્હી:ભારત અને પાકિસ્તાન વચ્ચે શુક્રવારે ફ્લેગ મીટિંગ થઈ હતી. જેમાં જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં લાઇન ઑફ કંટ્રોલ (એલઓસી) પર ગોળીબાર, આઇઇડી બોમ્બ હુમલાની તાજેતરમાં બનેલી ઘટનાઓ બાદ તણાવ ઘટાડવા મુદ્દે ચર્ચા કરાઇ હતી. બંને દેશોએ સરહદ પર શાંતિ જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. આ મીટિંગ ૭૫ મિનિટ સુધી ચાલી હતી.
છેલ્લા કેટલાક સપ્તાહથી એલઓસી પર તણાવ જાેવા મળ્યો હતો. આ મીટિંગમાં ૨૦૨૧થી જારી સંઘર્ષ પર વિરામ મૂકવા, એલઓસી પર ટેન્શન દૂર કરવા સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરાઇ હતી. તેમાં ભારત તરફથી પુંછ બ્રિગેડના કમાન્ડર અને પાકિસ્તાની સેનાની બે કમાન્ડર ઉપસ્થિત રહ્યા હતાં.
પાકિસ્તાન અને ભારત વચ્ચે અગાઉ ૨૦૨૧માં ફ્લેગ મીટિંગ થઈ હતી. પાકિસ્તાન તરફથી સરહદ પર સતત ઘૃણાસ્પદ પ્રવૃત્તિઓ થઈ રહી હતી. ૧૧ ફેબ્રુઆરીએ અખનૂર સેક્ટરમાં એક ઇમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ (આઇઇડી) બ્લાસ્ટમાં એક કૅપ્ટન સહિત બે જવાન શહીદ થયા હતા.