વડોદરા

ટીમ વડોદરા દ્વારા રવિવારે સવારે અકોટા-દાંડિયા બજાર રોડ પર હેવમોર સર્કલ થઈ પરત મહારાણી શાંતાદેવી ચાર રસ્તા સુધી સાઈકલોથોનનું આયોજન કરવામાં આવ્યું છ. સાઈક્લોથોન દરમિયાન મતદાન અંગે જાગૃતિ માટે સંદેશ આપવામાં આવશે.

આ અંગે ટીમ વડોદરાના સભ્યોએ જણાવ્યું હતું કે, ટીમ વડોદરા એ કોર્પોરેટ્‌સ, એસોસિયેશનો, ફેડરેશન્સ, ધાર્મિક સંગઠનોની એક સંસ્થા છે. આ સંસ્થા દ્વારા લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સાઈકલોથોનનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત રવિવારના રોજ સવારે ૭ વાગે મહારાણી શાંતાદેવી ચાર રસ્તાથી સાઈકલોથોન શરૂ કરી અકોટા-દાંડિયા બજાર બ્રિજથી અકોટા હેવમોર પાસેથી પરત મહારાણી શાંતાદેવી ચાર રસ્તા ખાતે આવશે. એમ કુલ છ કિ.મી.ની સાઈકલોથોન યોજવામાં આવી છે જેમાં રમતવીરો પણ જાેડાશે.

કોરોનાની મહામારીને કારણે હજુ પણ લોકો આઘાતમાં છે પરંતુ ધીરે ધીરે સામાન્ય જનજીવનના પ્રવાહ તરફ જઈ રહ્યા છે. દરેક પ્રકારની સાવચેતી સાથે ઘણા સમયથી કોઈપણ પ્રકારની ગતિવિધિ કે જાહેર પ્રવૃત્તિ થવા પામેલ નથી. ત્યારે ટીમ વડોદરા દ્વારા લોકોને પેન્ડમિક વાતાવરણમાં રાહત મળે અને સ્વાસ્થ્ય જળવાઈ તે માટે સાઈકલોથોન યોજવામાં આવી રહી છે. આમાં અતિથિવિશેષ પોલીસ કમિશનર, ડો. સમશેરસિંગ, શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ, સાંસદ રંજનબેન ભટ્ટ હાજર રહેશે.