સિઓલ, તા. ૧૩ 

રાજકીય વર્તુળોમાં અને દેશની દરેક બાબતમાં ભારે વગ ધરાવતી ઉત્તર કોરીયાના તાનાશાહ કિમ જાેંગ યુંગની બહેન આજકાલ ક્યાં ગુમ થઈ ગઈ છે, એવો સવાલ દરેકને થાય છે.

હાલમાં કિમ જાેંગ યુંગ દ્વારા દેશમાં ચૂંટણી અંગેની એક ટીમની જાહેરાત કરતી વખતે મોટાભાગના તમામ વગદાર નેતાઓ હતા પણ એ સમયે આ તાનાશાહની બહેન ગેરહાજર હતી. કેટલાંક કહે છે કે કિમે પોતાની બહેનને તેની કેટલીક નીતિઓની નિષ્ફળતાને પગલે તેને તેના હોદ્દા પરથી દૂર કરી હોઈ શકે. જાે કે, બીજા કેટલાંક માને છે કે, દેશ સામે વધી રહેલી આર્થિક સમસ્યાઓને પગલે હવે કિમ પોતાની બહેનને દૂર રાખવા માંગે છે, કેમ કે, દિવસે દિવસે રાજકારણમાં તેનું કદ વધતું જાય છે.

કોરીયા ઇન્સ્ટીટ્યુટ ઓફ યુનિફિકેશનના નિષ્ણાત ઓ જ્યોંગ સોબ કહે છે કે, કિમની બહેન તેની રાજકીય વારસદાર બનવાના સમાચાર ભયજનક છે, કેમ કે, તેના દ્વારા કિમનું દેશની તમામ બાબતો પરનું નિયંત્રણ ઓછું થશે. કદાચ તેને લીધે જ હવે કિમ તેને વધારે મહત્વ આપતો નથી.

ગયા વર્ષે જે પોલિટબ્યુરોની વૈકલ્પિક સભ્ય બની હતી એ યો જાેંગ જાેને પૂર્ણકાલીન સભ્યપદ મળવાનું હતું એ જાેતાં, આ ઘટનાઓ ઘણી આશ્ચર્યજનક છે, જેને પગલે લોકોને સવાલ થાય છે કે, કિમની બહેન હાલમાં ક્યાં છે. તેની વધતી પ્રતિભાથી ચિંતિત કિમે તેનું રાજકીય કદ ઘટાડી દીધું હોય એવી ચર્ચા પણ ચાલી રહી છે. પોતાના કાકા જાંગ સોંગ તાએકને ખતમ કરી નાંખવાનો કારસો વર્ષ ૨૦૧૩માં ઘડવા સહિતના કામો કિમે આ પોલિટ બ્યુરોની કમિટિમાં જ પૂરા કર્યા હોવાથી હવે રાજકીય વર્તુળોમાં એ વાત ચર્ચાય છે કે, શું યો જાેંગ જાેનનું રાજકીય કદ ઘટાડવાના મકસદથી જ કિમે તેને આ બ્યુરોના સભ્યપદથી દૂર કરી હશે કે કેમ.

૨૦૧૬ પછી પહેલીવાર મળેલી આ ૮ દિવસીય કોંગ્રેસ દરમિયાન પણ ૩૦ જેટલા પોલિટ બ્યૂરોના કાયમી કે હંગામી સભ્યોના નામ જાહેર કરાયા છતાં જ્યારે ૩૨ વર્ષીય યો જાેંગ જાેનનું નામ જાહેર ન કરાયું ત્યારે તમામને અચરજ થયું હતું. જાે કે, અન્ય નેતાઓની માફક તેને હજી સુધી રાજકારણ છોડવાની ફરજ પડાઈ નથી, અને તે પક્ષમાં હજી પણ ઊંચા હોદ્દા પર કાયમ છે. છતાં ગયા અઠવાડિયે દક્ષિણ કોરીયાની ટીકા કરતું તેનું નિવેદન જ્યારે મિડિયામાં અપાયું ત્યારે તેનો હોદ્દો ફર્સ્ટ વાઈસ ડિપાર્ટમેન્ટ ડિરેક્ટરને બદલે માત્ર વાઈસ ડિપાર્ટમેન્ટ ડિરેક્ટર એવો બોલાતાં સૌને અચરજ થયું હતું.