વડોદરા-

ભાજપના કાઉન્સિલર નીતિન ડોંગા ફરી વિવાદમાં સપડાયા છે. આ વખતે તેમણે કાઠિયાવાડ માટે ઘસાતું બોલતા અને એ દ્વારા ભેદભાવ કરતા લોકોને મોઘમ શબ્દોમાં ચિમકી ઉચ્ચારતું એક સ્ટેટસ શેર કર્યું છે. 

તેમણે લખ્યું છે કે, વડોદરા મારી કર્મભૂમિ છે, પરંતુ મને ગર્વ છે કે, કાઠિયાવાડની જનેતાની કૂખે મારો જન્મ થયો છે. જે લોકો પ્રાંતવાદનો પ્રચાર કરતા હોય છે, તેમને ચિમકી ઉચ્ચારતાં તેમણે કહ્યું હતું કે, જે લોકો પ્રાંતવાદ ફેલાવતા હોય એ જાણી લે કે, અમારી જનેતાઓ કાં ભગતને, કાં તો દાતારને કે પછી શુરવીરને જ જન્મ આપે છે. તેથી જે લોકોએ આવો વેરોવંચો કરવો હોય તેઓ ચેતી જાય કે, એવા ગમેતેવા મોટા માથાં હોય તેમને જમીનમાં છ ફૂટ નીચે દાટી દેવાની તાકાત અમે રાખીએ છીએ. તેમણે પોતાના આ પ્રકારના સંદેશથી કોને ટાર્ગેટ કર્યા હતા એ બાબતે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા અને અટકળોએ જોર પકડ્યું હતું.