શિમોગા-

કર્ણાટકના શિમોગામાં ગુરુવારે રાત્રે એક ટ્રકમાં લઈ જવાતા વિસ્ફોટક જીલેટીનમાં એકાએક વિસ્ફોટ થઈ જવાથી 6 જણાનાં મોત થયા હતા. આ બ્લાસ્ટમાં 10 જણાં માર્યા ગયા હોવાની ભીતી સેવાય છે.  પોલીસના જણાવ્યાનુસાર આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આજુબાજુના વિસ્તારના લોકોને પણ ધરતીકંપની જેમ તેનો આંચકો અનુભવાતા લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા. આ ટ્રકમાં વિસ્ફોટકો ઉત્ખનન માટે એટલે કે પહાડો પરના પથ્થરો તોડવાના  ઉદ્દેશ્યથી લઇ જવામાં આવી રહ્યા હતા. પથ્થર તોડવાના એક સ્થળ પર રાત્રે સાડા દસ વાગે લગભગ વાગે બ્લાસ્ટ થયો હતો જેથી ના ફક્ત શિમોગા પરંતુ આસપાસના ચિક્કમગલુરૂ અને દાવણગેરે જિલ્લામાં પણ આંચકા અનુભવાયા હતા.  પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે વિસ્ફોટ એટલો તેજ હતો કે ઘરોની બારીઓના કાચ તૂટી ગયા અને રસ્તા પર તિરાડ પડી ગઇ. બ્લાસ્ટથી એવું લાગ્યું કે જેમ કે ભૂકંપ આવ્યો હોય.

જો કે, તપાસ કરતા પોલીસે જણાવ્યું હતું કે તે ભૂકંપ નહીં એક ટ્રકમાં વિસ્ફોટ થયો હતો.  શિમોગાના બહારી વિસ્તારમાં ગ્રામીણ પોલીસ સ્ટેશન અંતગર્ત હંસુરમાં વિસ્ફોટ થયો હતો. એક અન્ય પોલીસ અધિકારીએ કહ્યું કે ''જિલેટિન લઇ જઇ રહેલા એક ટ્રકમાં બ્લાસ્ટ થયો હતો. જીલેટીન ખૂબ જ વિસ્ફોટક હોય છે આ વિસ્ફોટ ને પગલે ટ્રકમાં હતા એ છ મજૂરોના મોત થયા હતા. સ્થાનિય સ્થળે કંપનનો અનુભવ થયો હતો. તેમણે કહ્યું કે મૃતકોની સંખ્યા વધી શકે છે. શિમોગા એ કર્ણાટકના મુખ્યમંત્રી યેદીયુરપ્પાનો મતવિસ્તાર છે.