રાજપીપળા

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા, સાગબારા વિસ્તારમાં બોગસ તબીબો બેફામ બની ખુલ્લેઆમ પોતાની હોસ્પિટલ ચલાવી કોરોનાની સારવાર કરી રહ્યા હોવાની ફરિયાદ નર્મદા જિલ્લા ઇ.એમ.ઓ ડો.આર.એસ.કશ્યપને મળી હતી.એમણે તુરંત આ મામલે ડેડીયાપાડા પોલીસ મથકના પી.એસ.આઈ એ.એમ.ડામોરને ટેલિફિનિક ફરિયાદ કરી હતી.

ડેડીયાપાડા પી.એસ.આઈ એ.એમ.ડામોર, ગોપાલિયા પી.એચ.સી એમ.ઓ ડો.ભાવિન વસાવા સહિતની ટીમ સાથે મળી ડેડીયાપાડા-સાગબારાના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. જેમાં નાની બેડવાણ ગામના મુખ્ય બજારમાં તારકચંદ કાર્તિક ચંદ્ર શીલ (મૂળ.રહે.કાઠાલિયા, પશ્ચિમ બંગાળ) નામના બોગસ તબીબને વિવિધ દવાઓ અને મેડિકલ સાધનો સાથે ઝડપી પાડ્યો હતો.પોલીસે ૧૮,૭૯૬ રૂપિયાના મુદ્દામાલ સાથે બોગસ તબીબની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ પણ નર્મદા જિલ્લાના માલસામોટ સી.એચ.સી ખાતે છેલ્લા ૨૦ વર્ષથી એક બોગસ તબીબ પોતાનું દવાખાનું ચલાવી રહ્યો હતો, બાદ પોલીસે એની ધરપકડ કરી એનું ક્લિનિક પોલિસે બંધ કરાવ્યું હતું.પરંતુ ૨૦ વર્ષ સુધી કોઈને કેમ એ બોગસ તબીબ ધ્યાનમાં ન આવ્યો.નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં બોગસ તબીબો પોતાની હાટડીઓ ચલાવી રહ્યા છે એમાં જિલ્લાના અમુક ઉચ્ચ અધિકારીની પણ સંડોવણી હોવાની શક્યતાઓને

નકારી નહિ.