થરાદ : થરાદના જેતડા ગામેથી પીકઅપ ડાલામાં લવાઈ રહેલા ભારતીય બનાવટના વિદેશી દારૂની ૬૦૦ બોટલના જથ્થા સાથે પોલીસે એક શખસને ઝડપી લીધો હતો. થરાદનાં મદદનીશ પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ. જે.બી.ચૌધરી તથા પ્રભુજી તથા મુકેશભાઇ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પીકઅપ ડાલા નંબર ય્ત્ન૨૪ેં૪૧૮૧ આવતાં તેને ચેક કરતા ડાલાની પાછળના ભાગે તાડપત્રીની નીચે ખાખી કલરના પુઠાવાળી પેટીઓ ભરેલી જણાઈ આવી હતી.પોલીસે તપાસ કરતાં ૨૫ પેટીમાંથી ૬૦૦ બોટલ વિદેશી દારૂ કિ.રૂા.૧૦૯,૪૪૦ નો મળી આવ્યો હતો.પોલીસે કારની કિ.રૂા.૩,૫૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૪,૫૯,૪૪૦ ના મુદામાલની હેરાફેરી કરતા શખ્સ શાંતીભાઇ ઠાકોર રહે.મંડાલી જોરડીયાળી તા.વાવને ઝડપી લીધો હતો. સહ આરોપી ડુંગરારામ બિશ્નોઇ રહે.સરવાણા તા.સાંચોર તથા અગરાભાઇ ઠાકોર રહે.પાટણ રોડ જુના ડીસા તથા બળદેવભાઇ ઠાકોર રહે.મીઠાવી તા.વાવ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.જિલ્લા એલ.સી.બી.સ્ટાફ ભાભર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે વોચ ગોઠવતાં બાતમી મુજબનો ટેમ્પો પસાર થતાં પોલીસે તેનો પીછો કર્યો હતો. પોલીસે ટેમ્પોની તલાસી લેતાં તેમાં ખાટલાની આડમાં રૂ. બે લાખની કિંમતનો વિદેશી દારૂ મળ્યો હતો.