દિલ્હી-

ભારતીય સંવિધાન અંતર્ગત નિરવ મોદી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નથી બનતો એવા ભારતના નિવૃત્ત જજ માર્કન્ડેય કાત્જુ અને અભય થિપ્સે દ્વારા નિરવ મોદી છેતરપિંડી કેસમાં રજૂ કરવામાં આવેલા પૂરાવાની બ્રિટિશ જજ સેમ ગૂઝીએ ઝાટકણી કાઢી હતી. 

તેમણે કાનૂન પ્રધાન રવિ શંકર પ્રસાદ દ્વારા 13મી મે, 2020ના રોજની પત્રકાર પરીષદમાં અપાયેલા નિવેદનની પણ ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, એ રાજકારણથી પ્રેરીત બયાન હતું, જેને પગલે તેને રાજકીય વર્તુળોમાં ઘણી પ્રસિદ્ધિ મળે એ દેખિતું હતું, પણ મારે આવા કોઈ રાજકીય નિવેદન સાથે કશી લેવાદેવા હોય નહીં એમ તેમણે ઉમેર્યું હતું. ભારતની સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારના ઈશારે ચાલે છે અને ભારતના અડધોઅડધ જજ ભ્રષ્ટ છે, એવા કાત્જુના બયાનની પણ તેમણે ટીકા કરી હતી. ભારતના અર્થતંત્રને ફટકો પડે એ પ્રકારની છેતરપિંડી કરનારા નિરવ મોદીની સરખામણી યહુદી સાથે કરવા બદલ પણ તેમણે કાત્જુની ટીકા કરી હતી.